અમદાવાદમાં જાણીતા ફેશન ડિઝાઈનર રાજ શર્મા દ્વારા એક અદભુત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ શર્માના નવા લેટેસ્ટ કલેક્શનને રજૂ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ શર્મા પોતે એક ક્રિએટિવ ડિઝાઈનર છે. તેઓ ભરતકામ, બોલ્ડ સિલુએટ્સ અને આધુનિક સાથે પરંપરાગત કલાત્મકતાના મિશ્રણ માટે જાણીતા છે.

શહેરમાં યોજાયેલી આ ઈવેન્ટમાં પંકજ, પૂજા, મિતાલી, અઝર, શ્રીતિ, માદુ, કમલ અને કેડી સહિતના શોસ્ટોપર્સે રેમ્પ વોક કરીને નવી ડિઝાઈનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ ઈવેન્ટ માટે ખાસ અને આકર્ષક ડિઝાઈનર કપડા પહેરીને શોસ્ટોપર્સે રેમ્પ પર શો કર્યો. આ લેટેસ્ટ કલેક્શનમાં દરેક વસ્તુ એક ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી હતી. જેમાં વૈશ્વિક ફેશન ટ્રેન્ડની સાથે સાથે વાયબ્રન્ટ ભારતીય વારસાની પણ એક ઝલક જોવા મળી રહી હતી.

આ શોમાં એક માત્ર ફક્ત ફેશન જ નહીં, પરંતુ સર્જનાત્મકતા, સંસ્કૃતિ અને વ્યક્તિત્વની પણ ઝલક જોવા મળી હતી. જેમાં ઝીણવટભર્યા ફિટિંગ, ડ્રામેટિક રેમ્પ કોરિયોગ્રાફી જોવા મળી હતી અને એક ખાસ પ્રકારની ઓડિયન્સે આ શોમાં ભાગ લીધો હતો.