Artificial Intelligence : AI નો ચમત્કાર! દુનિયાના દરેક 6 માંથી 1 વ્યક્તિ લઈ રહી છે મદદ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ફક્ત વૈજ્ઞાનિક કલ્પના નથી રહી. આજે તે સામાન્ય માણસના જીવનમાં સમસ્યાઓ હલ કરતું શક્તિશાળી સાધન બની ગયું છે.

AI નો ચમત્કાર!

1/6AI main

AIઝડપથી દુનિયાનો ચહેરો બદલી રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય, ખેતી, નોકરી, બિઝનેસથી લઈને મનોરંજન સુધી, AI હવે દરેક ક્ષેત્રમાં પ્રવેશી ગયું છે. તાજેતરના આંકડાઓ પ્રમાણે, દુનિયામાં દરેક છમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ રીતે AIનો ઉપયોગ કરીને પોતાની સમસ્યાઓનો ઉકેલ શોધી રહી છે.


2/6AI

AIનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સમય બચાવે છે, કામને સરળ બનાવે છે અને વધુ સચોટ નિર્ણય લેવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓ માટે AI અભ્યાસમાં મદદરૂપ બન્યું છે, ડૉક્ટરો માટે રોગ નિદાન સરળ થયું છે અને સામાન્ય લોકો માટે રોજિંદા જીવનના પ્રશ્નો હલ કરવાનું સરળ બન્યું છે.

3/6AI 5

વૈશ્વિક સ્તરે AIનો વિકાસ આજે વૈશ્વિક AI ઉદ્યોગનું કદ લગભગ $288.8 બિલિયન સુધી પહોંચી ગયું છે. તેમાં સૌથી મોટું રોકાણ United States તરફથી થયું છે, જ્યાં $109 બિલિયનથી વધુ રોકાણ થયું છે. China પણ $9 બિલિયનથી વધુનું રોકાણ કરવાની તૈયારીમાં છે. AI બજારમાં મોટી ટેક કંપનીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તેમાં Microsoftનો હિસ્સો આશરે 39 ટકા હોવાનું માનવામાં આવે છે, જે દર્શાવે છે કે ભવિષ્યની ટેકનોલોજી પર મોટા ખેલાડીઓનો દબદબો છે.

4/6AI 4

ભારતમાં AIનું વધતું મહત્વ India પણ હવે AI ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતે લગભગ $1.16 બિલિયનનું રોકાણ કર્યું છે. ભારતીય AI બજારનું કદ હવે $7.63 બિલિયન સુધી પહોંચી ગયું છે. આજે દેશની લગભગ 86 ટકા કંપનીઓ કોઈને કોઈ રીતે AIનો ઉપયોગ કરી રહી છે, જ્યારે અંદાજે 14 ટકા લોકો AI આધારિત એપ્સ અને ડિવાઇસનો ઉપયોગ કરે છે. ખાસ કરીને જનરેટિવ AI એપ્સના ડાઉનલોડ્સમાં ભારતનો મોટો હિસ્સો જોવા મળે છે

5/6AI 3

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટે સ્પષ્ટ કર્યું છે કે ભારત ફક્ત AIનો ઉપયોગ કરનાર દેશ બનવા માંગતું નથી, પરંતુ AI ટેકનોલોજીનો સર્જક અને નેતા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ સમિટમાં લગભગ 100 દેશોની ભાગીદારી અને $100 બિલિયન સુધીના સંભવિત રોકાણની ચર્ચા થઈ છે.

6/6AI 2

ભવિષ્ય શું કહે છે? કેન્દ્ર સરકારનું ભારત AI મિશન પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે, જેમાં હજારો કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ મિશનનો ઉદ્દેશ એ છે કે AIના ફાયદા માત્ર મોટી કંપનીઓ નહીં, પરંતુ સામાન્ય લોકો, ગરીબ અને મધ્યમ વર્ગ સુધી પહોંચે. AI હવે ભવિષ્ય નથી, પરંતુ વર્તમાન છે. જે દેશ અને લોકો સમયસર આ ટેકનોલોજી અપનાવશે, તે જ આવતી કાલે આગળ રહેશે. ભારત માટે આ એક સુવર્ણ તક છે.

Gallery Ads