Automobile: Boleroથી લઈને Safari સુધી, આ છે ભારતની સૌથી વ્યાજબી 7-સીટર ડિઝલ SUVs, જાણો તેના ફીચર્સ

જો તમે વ્યાજબી 7-સીટર SUV શોધી રહ્યા છો, તો ભારતીય બજારમાં Mahindra Boleroથી લઈને Tata Safari સુધીના ઘણા બધા શ્રેષ્ઠ વિકલ્પો છે. ચાલો તેના ફીચર્સ અને કિંમત પર એક નજર કરીએ.

વ્યાજબી 7-સીટર SUVs

1/6best 7 sitter suvs

ભારતમાં મોટા પરિવારો માટે 7-સીટર SUV હંમેશા એક શ્રેષ્ઠ પસંદગી રહી છે. તે ફક્ત વધુ જગ્યા જ નહીં પરંતુ લાંબી મુસાફરીમાં આરામ અને સલામતી પણ પૂરી પાડે છે. જોકે નવા સલામતી નિયમોને કારણે કેટલાક જૂના મોડેલો બંધ કરવામાં આવ્યા છે, જોકે, બજારમાં હજુ પણ ઘણા દમદાર અને વ્યાજબી 7-સીટર ડીઝલ SUV ઉપલબ્ધ છે જે 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતે બેસ્ટ પર્ફોમેન્સ આપે છે. આ SUV તેમની મજબૂતાઈ, માઇલેજ, પાવર અને ઓછા મેન્ટેનન્સના કારણે નાના અને મોટા બંને શહેરોમાં લોકપ્રિય છે. આવો આ 7-સીટર SUVs પર નજર કરીએ.


2/6best 7 sitter suvs

Mahindra Bolero અને Bolero Neo: મહિન્દ્રા બોલેરોનું 1.5-લિટર ડીઝલ એન્જિન ઉત્તમ માઈલેજ અને મજબૂત પર્ફોમન્સ આપે છે. આ SUV ખાસ કરીને એવા લોકો માટે યોગ્ય છે જેઓ મુશ્કેલ રસ્તાઓ પર અથવા ગ્રામીણ વિસ્તારોમાં વધુ મુસાફરી કરે છે. તેમાં Bolero Neo પણ આવે છે, જે બોલેરોનું મોડર્ન અને વધુ કમ્ફર્ટેબલ વર્ઝન છે. તેમાં સ્ટાઇલિશ લુક, સુધારેલ કેબિન અને આરામદાયક સીટિંગ મળે છે. ઓછા બજેટમાં મજબૂત SUV શોધી રહ્યા છો, તો બોલેરો સીરીઝ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

3/6best 7 sitter suvs

Mahindra Scorpio Classic: સ્કોર્પિયો ક્લાસિક એ લોકોની પહેલી પસંદગી છે જેઓ રફ-ટફ ડિઝાઇન અને પાવરફૂલ પર્ફોમન્સ ઇચ્છે છે. તેમાં 2.2-લિટર mHawk ડીઝલ એન્જિન મળે છે. જે 130hp પાવર આપે છે. તેનું 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ હાઇવે અને લાંબી મુસાફરી પર બેસ્ટ ડ્રાઇવિંગ એક્સપીરિયન્સ આપે છે. જૂની સ્કોર્પિયોના ચાહકો માટે તે આજે પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

4/6best 7 sitter suvs

Mahindra Scorpio-N: Scorpio-N એ સ્કોર્પિયોનું ફેસલિફ્ટેડ વર્ઝન છે, જેમાં વધુ પ્રીમિયમ અને મોડર્ન ફીચર્સ છે. તેમાં 2.2-લિટર mHawk Gen2 ડીઝલ એન્જિન મળે છે, જે 132થી 175hp સુધીનો પાવર જનરેટ કરે છે. તેના 4x2 અને 4x4 બંને વેરિઅન્ટ શહેરો અને પર્વતો બંનેમાં ઉત્તમ હેન્ડલિંગ આપે છે. તેના ફીચર્સ, લુક્સ અને કમ્ફર્ટ તેને ફેમિલી SUVમાં ટોપની પોઝીશન આપે છે.

5/6best 7 sitter suvs

Mahindra XUV700 એ લોકો માટે છે જેઓ બજેટમાં લક્ઝરી SUV ફીચર્સ ઇચ્છે છે. તેનું 2.2-લિટર ડીઝલ એન્જિન 185 hp પાવર જનરેટ કરે છે, અને તેમાં ADAS, પેનોરેમિક સનરૂફ અને ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ જેવા હાઇ-ટેક ફીચર્સ મળે છે. તે મોટા પરિવારો માટે એક પ્રીમિયમ ઓપ્શન છે.

6/6best 7 sitter suvs

Tata Safari 2.0-લિટર Kryotec ડીઝલ એન્જિન સાથે 170 PSનો પાવર આપે છે. તેનું ઈન્ટીરિયર પ્રીમિયમ છે, અને ત્રીજી રોમાં પણ સારી સ્પેસ મળે છે, જેના કારણે તે લાંબી મુસાફરી માટે એક શ્રેષ્ઠ SUV સાબિત થાય છે. પેનોરેમિક સનરૂફ અને એડવાન્સ સેફ્ટી ફીચર્સ તેને વધુ યુનિક બનાવે છે.

Gallery Ads