Bhavnagar : રોટરી ક્લબ ઓફ વાયબ્રન્ટે રેડ ક્રોસ સોસાયટી સાથે મળીને વિદ્યાર્થીઓને CPR અને ફર્સ્ટ એડની તાલીમ આપી, જુઓ Photos

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે 11મી ફેબ્રુઆરીના રોજ Indian Red Cross Society સાથે સંયુક્ત રીતે Dolat Anant Valiya Schoolના 150 વિદ્યાર્થીઓ માટે CPR અને First Aid તાલીમ સત્રનું સફળ આયોજન કર્યું.

પ્રાથમિક સારવારની માહિતી અપાઈ

1/6bhavnagar red cross society (1)

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે 11મી ફેબ્રુઆરીના રોજ Indian Red Cross Society સાથે સંયુક્ત રીતે Dolat Anant Valiya Schoolના 150 વિદ્યાર્થીઓ માટે CPR અને First Aid તાલીમ સત્રનું સફળ આયોજન કર્યું.

2/6bhavnagar red cross society (6)

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે 11મી ફેબ્રુઆરીના રોજ Indian Red Cross Society સાથે સંયુક્ત રીતે Dolat Anant Valiya Schoolના 150 વિદ્યાર્થીઓ માટે CPR અને First Aid તાલીમ સત્રનું સફળ આયોજન કર્યું.

3/6bhavnagar red cross society (5)

આ સત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તાત્કાલિક પરિસ્થિતિમાં જીવ બચાવવાની આવશ્યક પ્રાથમિક સારવારની કળા શીખવવાનો હતો. તાલીમ દરમિયાન CPR (કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન) કેવી રીતે આપવું, ગળામાં અડચણ થાય ત્યારે શું કરવું, લોહી વહી રહ્યું હોય ત્યારે પ્રાથમિક સારવાર, ફ્રેક્ચર જેવી પરિસ્થિતિમાં શું પગલાં લેવા તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.

4/6bhavnagar red cross society (4)

Red Crossના નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા પ્રેક્ટિકલ ડેમો સાથે સમજણ આપવામાં આવી. વિદ્યાર્થીઓને મેનિક્વિન પર CPRની પ્રેક્ટિસ કરવાની તક આપવામાં આવી, જેથી તેઓ માત્ર સિદ્ધાંત જ નહીં પરંતુ હેન્ડ્સ-ઓન તાલીમ દ્વારા આત્મવિશ્વાસ પણ મેળવી શકે. સત્ર ખૂબ જ ઇન્ટરેક્ટિવ અને માહિતીસભર રહ્યું.

5/6bhavnagar red cross society (3)

ક્લબ પ્રેસિડેન્ટ નમ્રતા ચઢા અને ક્લબ સભ્ય કૃષ્ણા શાહ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે આવી પ્રાથમિક સારવારની જાણકારી દરેક નાગરિક માટે જરૂરી છે, કારણ કે યોગ્ય સમયે લેવામાં આવેલ પગલું કોઈનું જીવન બચાવી શકે છે.

6/6bhavnagar red cross society (2)

આ સત્ર વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું. રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા આવા સેવાકાર્યો દ્વારા આરોગ્ય જાગૃતિ અને યુવા સશક્તિકરણ તરફ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Gallery Ads