PM Modi Brazil Visit: સાંબા નૃત્ય જ નહી આ 10 વસ્તુઓ બ્રાઝીલને બનાવે છે સર્વશ્રેષ્ઠ

બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે પીએ મોદી બ્રાઝીલ પહોંચ્યા છે. મોટાભાગના લોકો બ્રાઝીલને સાંબા ડાન્સ અને ફૂટબોલના કારણે જ ઓળખે છે. અન્ય વસ્તુઓ અને આ દેશવાસીઓનો ઉત્સાહ તેને બધાથી અલગ બનાવે છે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

બ્રાઝીલના ઉત્સાહ વિશે દુનિયામાં ચર્ચા

1/6brazil

બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે પીએ મોદી બ્રાઝીલ પહોંચ્યા છે. મોટાભાગના લોકો બ્રાઝીલને સાંબા ડાન્સ અને ફૂટબોલના કારણે જ ઓળખે છે. અન્ય વસ્તુઓ અને આ દેશવાસીઓનો ઉત્સાહ તેને બધાથી અલગ બનાવે છે. 

2/6brazil

સાઓ પાઉઓ જે પોતાના સંગીત અને ડાન્સ માટે પ્રખ્યાત છે. તેની ખાસિયત એ છે કે, બુજિયોસ કાર્નિવલ, જે ખાસ કરીને એલજીબીટીક્યૂના કારણે ઓળખાય છે. આ ફેસ્ટીવલમાં આ જ સમૂહના લોકો ભાગ લે છે. અને પરેડ કરે છે. બ્રાઝીલની સંસ્કૃતિમાં અફ્રો-બ્રાઝીલિયન પરંપરા ચાર ચાંદ લગાવે છે. આ પરંપરા જીવનના દરેક પાસાને ઉજાગર કરે છે. ધર્મ, ભાષા, ડાન્સ, સંગીત, ભોજન વગેરેનો આ એક સુંદર સમૂહ છે. બ્રાઝીલમાં 4 હજાર એરપોર્ટ છે. બ્રાઝીલમાં અમેરિકાની જેમ ખાનગી એરપોર્ટ છે. જ્યાં યાત્રીઓ પોતાના મન મુજબ હવાઇ યાત્રા કરે છે.

3/6brazil

દુનિયાની બીજી સૌથી મોટી પ્રતિમા ક્રાઇસ્ટ ધ રિડીમર બ્રાઝીલમાં છે. રિયો ડી જેનેરોમાં ઇસા મસીહની ક્રાઇસ્ટ ધ રિડીમર પ્રતિમાં અહીં સ્થિત છે. તેની લંબાઇ 39.6 મીટર અને પહોંળાઇ 30 મીટર છે. કોર્કોવાડો પર્વતની ટોચ પરથી આ પ્રતિમા રિયો ડી જેનેરોનો સંપૂર્ણ નજારો બતાવે છે. 23 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થાપિત આ પ્રતિમાનું નિર્માણ ફ્રેંચ મૂર્તિકાર પોલ લૈંડોસ્કી અને બ્રાઝીલના હીટર ડા સિલ્વા કોસ્ટાએ કર્યુ છે. વર્ષ 1931થી આ પ્રતિમા અહીં સ્થાપિત છે.

4/6brazil

બ્રાઝીલ દુનિયાભરમાં કોફી અને શેરડીના ઉત્પાદનમાં ટોચનું સ્થાન ધરાવે છે. દુનિયાભરમાં થનાર કુલ કોફીનું એક તૃત્તાંશ ઉત્પાદન બ્રાઝીલમાં જ થાય છે. દુનિયામાં શેરડીના ઉત્પાદનમાં બ્રાઝીલની 38 ટકા ભાગીદારી જોવા મળે છે. કોફી નિકાસ કરવાની સાથે કોફીના વિવિધ સ્વાદ માટે પણ બ્રાઝીલ જાણીતું છે.

5/6brazil

બ્રાઝીલના રિયો ડી જેનેરોમાં કાર્નિવલને જોવા માટે દુનિયાભારમાંથી દર્શકો અહીં આવે છે. બ્રાઝીલની સ્ટ્રીટ પાર્ટીઓ આ દેશની ખૂબીઓમાંનું એક છે. આ સ્ટ્રીટ પાર્ટીઓને બ્લોકોસના નામે ઓળખવામાં આવે છે. આ બ્રાઝીલના કાર્નિવાલમાંનો એક ભાગ. રસ્તા પર સંગીત, ડાન્સ અને કપડાના કારણે તે દર્શકને આકર્ષિત કરે છે. રિયો ડી જેનેરોમાં સાંબા સીટી પણ હાજર છે. જે પોતાની સંસ્કૃતિના કારણે પણ ધ્યાન આકર્ષિત કરે છે.

6/6brazil

દુનિયાના સૌથી મોટા જંગલ એમેઝોનનો 60 ટકા ભાગ બ્રાઝીલમાં છે. 200 મિલિયન વસ્તી ધરાવતા આ દેશમાં દરેક ખૂણો ફરવા લાયક છે. એમેઝોન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જંગલમાં વિવિધ પ્રકારના જીવ-જંતુઓ, વનસ્પતિઓ જોવા મળે છે. જેને જોવું કોઇ રોમાંચથી ઓછું નથી. જીવ-જંતુઓની 2.5 મિલિયન પ્રજાતિઓ આ જંગલમાં જોવા મળે છે. બ્રાઝીલમાં ધોધ અને ઝરણાં પણ પ્રખ્યાત છે.

Gallery Ads