
આજે 1 ફેબ્રઆરીના દિવસે વર્ષ 2026નું બજેટ રજૂ થશે. આજે નિર્મલા સીતારમણ સંસદમાં તેમનું નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરી ઇતિહાસ રચશે. આર્થિક સર્વેક્ષણ 2025-26 આશરે 7% વૃદ્ધિ દર્શાવે છે. બજેટ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરવામાં આવશે. તે ફરીથી પગારદાર વર્ગ માટે નોંધપાત્ર કર રાહત પ્રદાન કરી શકે છે. બજેટની સાથે નિર્મલા સીતારમણનો લુક પણ હંમેશા ચર્ચામાં રહ્યો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટના દિવસે જે સાડી પહેરે છે જે ભારતના સમૃદ્ધ કાપડ વારસા અને પરંપરાગત કારીગરીનું પ્રતિનિધિત્વ કરે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં પોતાનું 9મું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ વખતે હંમેશા નિર્મલા સીતારમણના લુકની પણ ચર્ચા થાય છે. દર વર્ષે, તેઓ એવી સાડી પહેરે છે જે આ વર્ષ પણ અલગ હતું. નિર્મલા સીતારમણના સાડી લુકમાં ભારતીય સંસ્કૃતિના વારસાની ઝલક દેખાઈ.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડી દરેક વખતે મુખ્ય આકર્ષણ ઉભુ કરે છે. યુનિયન બજેટ 2025માં નાણામંત્રીએ સોનેરી બોર્ડરની સફેદ સાડી પહેરી હતી. નાણામંત્રીના સાડી પર મધુબની છાપકામ હતું. આ સાડી પદ્મશ્રીથી સન્માનિત દુલારી દેવીએ ભેટ આપી હતી

યુનિયન બજેટ 2023માં રેડ સિલ્ક અને ટેમ્પલ બોર્ડર વાળી નિર્મલા સીતારમણે સાડી પહેરી હતી. આ સાડી દક્ષિણ ભારતનું દર્શાવે છે પ્રતિક સાડીના બોર્ડર પર રથ, કમળ, ફૂલ હોય છે. સાડીની ડિઝાઇન સ્થિરતા, શક્તિ, પરંપરા દર્શાવે છે. લાલ રંગ શક્તિ અને ઉર્જાનું પ્રતિક ગણવામાં આવે છે.

યુનિયન બજેટ 2024 નિર્મલા સીતારમણે ક્રિમ કલરની મંગલાગિરી સાડીની ચર્ચા થઈ હતી. આ સાડી આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં તૈયાર કરવામાં આવી હતી. નાણામંત્રીએ આ સ્ટાલિશ સાડી પહેર્યા બાદ બજારમાં આ સિંપલ ડિઝાઇન અને બોર્ડરની સાડીની માગ વધી હતી.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડી દર વર્ષે કેન્દ્રીય બજેટ દરમિયાન સૌ કોઇનું ધ્યાન આકર્ષે છે. બજેટ રજૂ કરતી વખતે તેઓ જે સાડી પહેરે છે તે હંમેશા હાથથી વણેલી હોય છે.

યુનિયન બજેટ 2022 નિર્મલા સીતારમણે ઓડિશાની બોમકાઇ સાડીના લુકે આકર્ષણ જમાવ્યું હતું. ગંજમ જિલ્લાના બોમકાઇ ગામમાં તૈયાર થાય છે સાડી. આ સાડી પર સિલ્વર ઝરીનું બારીક કામ કરાયું હતું.

યુનિયન બજેટ 2021માં તેલંગાણાની પોચમપલ્લી ઇકત સાડીનો નાણામંત્રીનો લુક લોકોને પસંદ આવ્યા હતો. લાલ, ક્રિમ અને લીલો રંગ મહત્ત્વકાંક્ષાનું પ્રતિક અર્થતંત્ર માટે સરકારની મહત્ત્વકાંક્ષા રજૂ કરે છે. કોરોના સમયે દેશની આર્થિક વ્યવસ્થા જાળવવી પડકાર. આર્થિક વિકાસને વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો હતો.

યુનિયન બજેટ 2020માં બ્લૂ બોર્ડર સાથે પીળી સિલ્ક સાડીમાં નિર્મલા સીતારમણનો લુક ખુબ સ્ટાઇલિશ દેખાતો હતો. પીળો રંગ વિકાસ, આશા, નવી શરુઆતનું પ્રતિક, બ્લૂ કલર સ્થિરતા અને શાંતિનું છે પ્રતિક, કોવિડના મહામારી સમયે સરકાર પાસે જનતાની અપેક્ષા સરકાર પાસે સ્થિરતા અને મદદની જનતાને હતી આશા.

યુનિયન બજેટ 2019માં નાણામંત્રીએ સૌમ્ય ગુલાબી મંગલાગિરી સાડી પહેરી હતી. ગુલાબી રંગ નવી શરૂઆતનું છે પ્રતિક. સોનેરી બોર્ડર દર્શાવે છે દેશની સમૃદ્ધી. બ્રીફકેસના સ્થાને 'વહી-ખાતા'નો ઉપયોગ કરાયો હતો.