IPL માં ધમાકો કર્યા બાદ વૈભવ સૂર્યવંશી પહોંચ્યો વતન, શાનદાર પ્રદર્શન કરનાર ક્રિકેટરને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું

IPL માં વિસ્ફોટક પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી પોતાના વતન બિહાર ગયો. જયાં સ્ટાર ક્રિકેટર જોવા ભારે ભીડ ઉમટી પડી. આઈપીએલમાં વૈભવના શાનદાર પ્રદર્શને લોકોના દિલ જીતી લીધા. એટલે જ લોકો વૈભવને મળવા અને જોવા તેના ઘરના વિસ્તારમાં પહોંચી જાય છે.

વૈભવ સૂર્યવંશી આઈપીએલનો સિતારો

1/8આઈપીએલમાં વૈભવનો તહલકો

IPL 2026માં 15 વર્ષીય ક્રિકેટરની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. પોતાના અદ્ભૂત પ્રદર્શનથી દર્શકો જ નહીં મોટા ક્રિકેટરોનો પણ માનીતો બન્યો છે વૈભવ સૂર્યવંશી. આઈપીએલ સમાપ્ત થયા બાદ વતન સમસ્તીપુર પહોંચતા જ વૈભવ સૂર્યવંશીનું ભવ્ય સ્વાગત. તેના વતનમાં વૈભવને જોવા દૂરદૂરથી લોકો આવવા લાગ્યા. વૈભવ સૂર્યવંશીના ઘરની બહાર જામ્યો સેલિબ્રિટી જેવો માહોલ. સેલ્ફી લેવા ફેન્સે લગાવી લાઈનો! આઈપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

2/8વૈભવની ધમાકેદાર બેટિંગ

આઈપીએલ 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી સ્ટાર બોલરોને ધૂડ ચટાડનાર વૈભવ સૂર્યવંશીની આજે ચારેતરફ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં લોકો વૈભવ સૂર્યવંશીને લઈને વધુ જાણવા માગતા તે કયાં રહે છે અને તે શું કરે છે તેને લઈને જાણકારી લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આઈપીએલ બાદ વૈભવ હવે મોટો સ્ટાર ક્રિકેટર બની ગયો છે.

3/8વૈભવ હોમ ટાઉન બિહારમાં

15 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી હવે પોતાના વતન પરત ફર્યો છે. બિહારના સમસ્તીપુરમાં આવેલા તેના ગામ તાજપુરમાં પગ મૂકતાની સાથે જ આ વન્ડર બોયનું કોઈ મોટા સુપરસ્ટારની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોઈએ હાર પહેરાવ્યો તો કોઈ કેક કાપી ક્રિકેટરનું મો મીઠું કરાવ્યું.

4/8વૈભવ સૂર્યવંશી વિથ ફેન

વૈભવ સૂર્યવંશીએ 2025 માં IPL માં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે તેની બેટિંગ કુશળતા માટે હેડલાઇન્સમાં છવાયેલ છે. હવે જ્યારે તે ઘરે પાછો ફર્યો છે, ત્યારે નજીકના ગામડાઓ અને નગરોના લોકો તેને મળવા આવી રહ્યા છે, પરંતુ દરેક જણ તેની નજીક જઈ શકતા નથી. વૈભવ ફક્ત થોડા જ લોકોને મળી રહ્યો છે. તેના ઘરની બહાર થોડી સંખ્યામાં YouTubers અને સ્થાનિક મીડિયા પણ એકઠા થઈ રહ્યા છે.

5/8વૈભવ સૂયર્વંશી હાઉસ

વૈભવ ઘરે આવ્યો હોવાના સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં જ તેને લાઈવ જોવા અને આવકારવા માટે આખું ગામ અને આસપાસના વિસ્તારોના લોકો એકઠા થઈ ગયા હતા. વૈભવના ઘરની બહાર અત્યારે જે પ્રકારનો માહોલ છે, તે જોતાં એવું લાગે છે કે જાણે કોઈ બોલિવૂડ સેલિબ્રિટી કે દિગ્ગજ નેતાનું ઘર હોય!

6/8વૈભવ સૂર્યવંશી સ્ટાર ક્રિકેટર

આઈપીએલમાં ઓરેન્જ કેપ જીતીને ઈતિહાસ રમનાર આ યુવા ક્રિકેટરનો ક્રેઝ અત્યારે ચરમસીમાએ છે. હાલમાં વૈભવને મળવા, તેને નજીકથી જોવા અને તેની સાથે એક યાદગાર સેલ્ફી લેવા માટે રોજ સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં ચાહકો તેના ઘરે પહોંચી રહ્યા છે. આઈપીએલમાં આ શાનદાર પ્રદર્શનના બાદ તેના ફેન્સની સંખ્યા વધી ગઈ છે. લોકો તેને જોવા બિહારમાં તેના ઘરે પહોંચી રહ્યા છે. એટલે જ ક્રિકેટર વૈભવ સુર્યવંશીને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું.

7/8ક્રિકેટર વૈભવ

માત્ર 15 વર્ષની નાની ઉંમરે વૈભવે મેળવેલી આ સિદ્ધિથી આખું સમસ્તીપુર અને બિહાર ગર્વ અનુભવી રહ્યું છે. મહત્વનું છે કે રાજસ્થાન રોયલ્સે IPL 2025 ની હરાજીમાં વૈભવ સૂર્યવંશીને ₹11 મિલિયનમાં ખરીદ્યો. તે સમયે તે ફક્ત 14 વર્ષનો હતો. તેની ડેબ્યૂ સીઝન દરમિયાન, વૈભવે તેની ત્રીજી મેચમાં સદી ફટકારીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું. IPL 2026 માં તેની ઇનિંગ્સ અજોડ હતી.

8/8ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ફેમીલી

વૈભવની સફળતામાં તેના માતા-પિતાનો પણ એટલો જ ફાળો છે જેટલો વૈભવનો છે. વૈભવના પિતાનું નામ સંજુ છે. વૈભવે માત્ર ચાર વર્ષની ઉંમરે ક્રિકેટની તાલીમ શરૂ કરી હતી. તેના પિતા દરરોજ સવારે 4 વાગ્યાની બસ પકડીને વૈભવને તાલીમ માટે પટના લઈ જતા. તેની માતા, આરતી સૂર્યવંશી, રાત્રે 2 વાગ્યે ઉઠીને રસોઈ બનાવતી અને તેનું ભોજન બનાવતી. આ શિસ્ત અને સખત મહેનત દ્વારા જ વૈભવ, આટલી નાની ઉંમરથી, તેના કરતા બમણા મોટા ખેલાડીઓના ઝડપી બોલનો નિર્ભયતાથી સામનો કરે છે.

Gallery Ads