
મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં ભારત પોતાની ત્રીજી મેચ રમવા ઉતરશે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી આ મેચ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર માટે એક માઈલસ્ટોન હશે.હરમનપ્રીત કૌરના ટી20 કરિયરની આ 200મી મેચ હશે. આટલી મેચ રમનારી તે દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર હશે.હરમનપ્રીત કૌર આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ખેલાડી બનવાની તક છે.

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં આજે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર માટે આ મેચ ખાસ બનવાની છે.

હરમનપ્રીત કૌરના ટી20 કરિયરની આ 200મી મેચ હશે. આટલી મેચ રમનારી તે દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર હશે.

હરમનપ્રીત કૌરે અત્યારસુધી 199 T20Iમાં 4123 રન બનાવ્યા છે. જેમાં 32 વિકેટ પણ લીધી છે. હવે 200મી ટી20 તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે.

હરમનપ્રીત કૌર બાદ સૌથી વધારે ટી20ઈન્ટરનેશનલ મેચ રમનારી મહિલા ક્રિકેટર ન્યુઝીલેન્ડની સુજી બેટ્સ છે. તેમણે અત્યારસુધી 184 ટી20 મેચ રમી છે. સુજી બેટ્સ આ વર્લ્ડકપ પછી રિટાયરમેન્ટ લેશે.

2004માં પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. હજુ સુધી કોઈ ખેલાડીએ મહિલા અને પુરૂષોની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 મેચ રમી નથી. હરમનપ્રીત કૌર આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ક્રિકેટર હશે.