
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યારે ભારતીય ટીમ અને તેના ખેલાડીઓનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડર એમ ત્રણેય વિભાગમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ખાસ કરીને વનડે અને T-20 ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓનો ડંકો વાગી રહ્યો છે.

Allrounder ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાની શ્રેષ્ઠતા અકબંધ છે. તે અત્યારે વિશ્વનો નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે, જે બેટ અને બોલ બંને વડે ટીમને મજબૂતી આપી રહ્યો છે.

Balling: T-20 ક્રિકેટમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ શાનદાર વાપસી કરતા દુનિયાના નંબર-1 બોલર તરીકે સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, ટેસ્ટ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહ પોતાનું નંબર-1 બોલરનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

One Day Format: ભારતીય ટીમના કેપ્ટન હિટમેન રોહિત શર્માએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે સફેદ બોલ ક્રિકેટનો અસલી રાજા છે. રોહિત શર્મા અત્યારે વનડે રેન્કિંગમાં નંબર-1 બેટર છે.

T-20 Format: ભારતના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ T-20 બેટર્સના રેન્કિંગમાં પ્રથમ સ્થાન (નંબર-1) મેળવીને ઈતિહાસ રચી દીધો છે. જ્યારે યુવા ખેલાડી તિલક વર્મા પણ શાનદાર પ્રદર્શનના જોરે બેટર્સની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે.