ક્રિકેટના મેદાનમાં જોન અબ્રાહમની એન્ટ્રી,આ ટીમનો બન્યો માલિક

બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમે રમત જગતમાં પર્દાપર્ણ કર્યું છે. તેઓએ યુરોપિયન T20 પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી રોટરડેમ ડોકર્સમાં સહ-માલિક તરીકે રોકાણ કર્યું છે. આ ફ્રેન્ચાઈઝીના ઓનરશિપ ગ્રુપમાં હવે જોન અબ્રાહમ સાથે જહોન્ટી રોડ્સ, ફાફ ડુ પ્લેસિસ, હેનરિક ક્લાસેન

John Abraham

1/6John Abraham

બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમે રમત જગતમાં એક નવું સાહસ શરૂ કર્યું છે. અભિનેતાએ યુરોપિયન T20 પ્રીમિયર લીગ માં રોટરડેમ ડોકર્સ ફ્રેન્ચાઇઝીના સહ-માલિક તરીકે પ્રવેશ મેળવ્યો છે. આ લીગ યુરોપમાં ક્રિકેટના વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ બનશે. જોન અબ્રાહમના જોડાવાથી ટીમ અને લીગ બંનેને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળવાની અપેક્ષા છે. હવે તે ક્રિકેટના પ્રચારમાં સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.


2/6John Abraham

યુરોપિયન T20 લીગ 26 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે અને આયર્લેન્ડ, નેધરલેન્ડ અને સ્કોટલેન્ડમાં રમાશે. બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમ પણ આ લીગમાં સામેલ થયો છે. જાણો તેણે કઈ ટીમમાં રોકાણ કર્યું છે.

3/6Europe

જ્હોન અબ્રાહમ રોટરડેમ ડોકર્સ ટીમનો કો-ઓનર (સહ માલિક) બન્યો છે. જોન્ટી રોડ્સ, ફાફ ડુ પ્લેસિસ અને હેનરિક ક્લાસેન પણ આ ટીમના સહ માલિકો છે.

4/6European T20 Premier League

ટીમના માલિક બન્યા પછી જ્હોન અબ્રાહમે કહ્યું કે ક્રિકેટમાં લોકોને એક કરવાની અને પ્રેરણા આપવાની શક્તિ છે. જ્હોનના મતે યુરોપમાં ક્રિકેટના વિસ્તરણની અપાર સંભાવનાઓ છે.

5/6 Rotterdam Dockers,

જ્હોન અબ્રાહમના મતે તેની ટીમ રોટરડેમ ડોકર્સ મજબૂત નેતૃત્વ ધરાવે છે અને ફ્રેન્ચાઈઝી લીગમાં પોતાને સ્થાપિત કરશે. અભિનેતા અભિષેક બચ્ચન ETPL નો કો-ફાઉન્ડર છે.

6/6Co Owner

યુરોપિયન T20 લીગ 26 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. રાહુલ દ્રવિડ, સ્ટીવ વો, ગ્લેન મેક્સવેલ અને નાથન મેક્કુલમ જેવા દિગ્ગજો આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ અને આર. અશ્વિન જેવા દિગ્ગજો પણ આ લીગમાં રમશે.

Gallery Ads