
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપે ટેસ્ટ ક્રિકેટને વધુ સ્પર્ધાત્મક બનાવ્યું છે. આ ટુર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરનારા બેટ્સમેન તેમની ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. WTC ઈતિહાસમાં સૌથી વધુ 50+ સ્કોર ધરાવતા બેટ્સમેનોના લિસ્ટમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમને લાંબા સમય સુધી નોંધપાત્ર સુસંગતતા દર્શાવી છે. આ લિસ્ટમાં ટોપ પર ઈંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટ છે. રૂટે WTC માં સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે અને પોતાની ટીમ માટે ઘણી મેચ જીતનારી ઈનિંગ રમી છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેન છે, જેમણે સતત મોટી ઈનિંગ રમીને આધુનિક ટેસ્ટ ક્રિકેટમાં બેસ્ટ બેટ્સમેનોમાંના એક તરીકે પોતાને સ્થાપિત કર્યા છે. બાબર આઝમ પણ આ લિસ્ટમાં સ્થાન ધરાવે છે. બાબર આઝમે દબાણથી ભરેલી મેચોમાં ઘણી મહત્વપૂર્ણ અડધી સદી અને સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે પણ WTC માં શાનદાર બેટિંગ કરી છે, 50+ સ્કોરની લાંબી યાદી બનાવી છે. આ બેટ્સમેનોની સફળતાનું સૌથી મોટું કારણ તેમની સાતત્યતા, ટેકનિકલ શક્તિ અને મોટી ઈનિંગ રમવાની ક્ષમતા છે. WTC માં 50+ ના સ્કોરને ફક્ત વ્યક્તિગત સિદ્ધિઓ જ નહીં પરંતુ ટીમની જીત માટે મજબૂત પાયો પણ ગણવામાં આવે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનારા બેટ્સમેનોની વાત આવે ત્યારે ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટ ચાર્ટમાં સૌથી આગળ છે. તેને WTC માં અત્યાર સુધી 75 મેચમાં 45 વખત 50+ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેને 51.50 ની એવરેજથી 6489 રન બનાવ્યા છે. તેને 23 સદી અને 22 અડધી સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 50+થી વધુ સ્કોર કરવાના મામલે બીજા નંબરે છે. તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં 58 મેચ રમી છે, જેમાં 35 વાર 50થી વધુ સ્કોર કર્યો છે. લાબુશેને 106 ઈનિંગમાં 46.22ની એવરેજથી 4484 રન બનાવ્યા છે. તેને 11 સદી અને 24 અડધી સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ટેસ્ટ બેટ્સમેન સ્ટીવ સ્મિથ સૌથી વધુ 50 થી વધુ ઈનિંગ્સ રમવામાં WTC માં ત્રીજા નંબરે છે. તેને અત્યાર સુધીમાં 59 મેચ રમી છે, જેમાં 34 વખત 50 થી વધુ રન બનાવ્યા છે. તેને WTC માં 14 સદી અને 20 અડધી સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેને 103 ઈનિંગમાં 50.15 ની એવરેજથી 4564 રન બનાવ્યા છે.

બાબર આઝમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 50 થી વધુ સ્કોર કરવાના મામલે ચોથા નંબરે છે. તેને આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 29 મેચમાં 28 પચાસથી વધુ સ્કોર બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન તેને 8 સદી અને 20 અડધી સદી ફટકારી છે. તેને 72 ઈનિંગમાં 47.70ની એવરેજથી 3244 રન પણ બનાવ્યા છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 50 થી વધુ ઈનિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ પાંચમા નંબરે છે. તેને 63 મેચમાં 27 વાર 50થી વધુ સ્કોર કર્યા છે. તેને 115 ઈનિંગમાં 35.29 ની એવરેજથી 3812 રન બનાવ્યા છે, જેમાં 8 સદી અને 19 અડધી સદીનો સમાવેશ થાય છે.