રોહિત શર્માનો 39મો જન્મદિવસ, કરોડોની સંપત્તિ અને આલીશાન બંગલો, જાણો કેટલી છે હિટમેનની નેટવર્થ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા આજે તેમનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મેદાન પર રેકોર્ડ્સનો વરસાદ કરનાર 'હિટમેન' વાસ્તવિક જીવનમાં કેટલી સંપત્તિના માલિક છે અને કેવી લક્ઝુરિયસ લાઈફ જીવે છે, જાણો તેની નેટવર્થ અને આલીશાન લાઈફસ્ટાઈલ વિશે.

'હિટમેન'નો મેદાન પર રેકોર્ડનો વરસાદ

1/8રોહિત શર્મા

ભારતના હિટ મેન રોહિત શર્મા આજે, 30 એપ્રિલે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રોહિત શર્મા એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે અને રમતના તમામ ફોર્મેટમાં ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન છે. રોહિત શર્માએ ક્રિકેટમાં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ રન , આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા, ODI ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી જેવા અનેક રેકોર્ડ કર્યા છે. આવો જાણીએ કે આખરે ક્રિકેટની દુનિયામાં ડંકો વગાડનાર રોહિત શર્માની કુલ નેટવર્થ કેટલી છે. ટીમ ઇન્ડીયના સ્ટાર ક્રિકેટર લેવિશ લાઈફ જીવે છે. 

2/8રોહિત શર્મા શાનદાર બેટસમેન

ભારતીય ક્રિકેટનો અગ્રણી બેટ્સમેન રોહિત શર્મા મેદાન પર જેટલો વિસ્ફોટક છે તેટલો જ મેદાનની બહાર પણ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કેટલાક ફોર્મેટમાંથી વિરામ લેવા છતાં, તેમની આવકમાં કોઈ ઘટાડો થયો નથી. 2025 સુધીમાં તેમની કુલ સંપત્તિ ₹218 કરોડથી ₹280 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.

3/8રોહિત લેવિશ સ્ટાઈલ

રોહિત શર્મા બીસીસીઆઈના સૌથી વધુ 'એ+' કોન્ટ્રાક્ટમાં છે, જેમાંથી તે વાર્ષિક આશરે ₹7 કરોડ કમાય છે. તે આઈપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે દર સીઝનમાં આશરે ₹16 કરોડ કમાય છે. તે હાલમાં વનડેમાં સક્રિય છે અને પ્રતિ મેચ લગભગ ₹6 લાખ કમાય છે.

4/8હેન્ડસમ રોહિત શર્મા

રોહિત શર્મા મુંબઈના વર્લી વિસ્તારમાં એક વૈભવી બીચફ્રન્ટ એપાર્ટમેન્ટમાં રહે છે. આ ઘરની કિંમત લગભગ ₹30 કરોડ હોવાનું કહેવાય છે. તે અહીં તેની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરા સાથે રહે છે.

5/8રોહિત વિથ કાર

રોહિતને ખાસ કરીને મોંઘી કારનો શોખ છે. તેના ગેરેજમાં ઘણી બધી હાઇ-એન્ડ કાર છે, જેમ કે લેમ્બોર્ગિની ઉરુસ, BMW M5, મર્સિડીઝ-બેન્ઝ S-ક્લાસ અને રેન્જ રોવર વોગ. આ બધી કાર તેની જીવનશૈલીની ઝલક આપે છે.

6/8રોહિત શર્મા ક્રિકેટર

રોહિતની વાસ્તવિક આવક જાહેરાતો અને બ્રાન્ડ ડીલ્સમાંથી આવે છે. તે 25 થી વધુ મોટી બ્રાન્ડ્સ સાથે સંકળાયેલો છે. તેના એડિડાસ, ડ્રીમ11 અને હબ્લોટ જેવી પ્રખ્યાત કંપનીઓ સાથે કરાર છે. તે દરેક ડીલમાંથી કરોડો રૂપિયા કમાય છે.

7/8રોહિત સ્ટાર ક્રિકેટર

ક્રિકેટ અને જાહેરાત ઉપરાંત, રોહિતે વ્યવસાયિક દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે. તેમણે વિઅરૂટ્સ વેલનેસ સોલ્યુશન્સ અને રેપિડોબોટિક્સ જેવી કંપનીઓમાં રોકાણ કર્યું છે. આ રોકાણોનું કુલ મૂલ્ય ₹89 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે.

8/8કમબેક રોહિત શર્મા

રોહિત શર્મા ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ ODI ક્રિકેટમાં સક્રિય છે. તેથી ચાહકો તેને આગામી શ્રેણીમાં ફરી એકવાર ચમકતો જોવા માટે ઉત્સુક છે.

Gallery Ads