
ભારતીય ટીમ હવે 6 જૂનથી અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાશે. ભારતીય ટીમ અહીં આવી ત્યારથી સખત મહેનત કરી રહી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ 3 જૂને પણ જોરદાર નેટ પ્રેક્ટિસ કરી હતી. હવે, કેપ્ટન શુભમન ગિલનો સ્ટાઈલિશ લુક સામે આવ્યો છે. બીસીસીઆઈએ શુભમન ગિલના નવા ફોટોશૂટના ફોટા શેર કર્યા છે. ફોટામાં ગિલ ભારતીય ટેસ્ટ કેપ પહેરેલો જોવા મળે છે. ભારતીય કેપ્ટન પણ તેનો વ્હાઈટ ટેસ્ટ યુનિફોર્મ પહેરેલો જોઈ શકાય છે. શુભમન ગિલ પણ શાનદાર ફોર્મમાં છે. તેને IPL 2026 માં ગુજરાત ટાઈટન્સની શાનદાર કેપ્ટનશીપ કરી હતી, જેના કારણે તે ફાઈનલમાં પહોંચી ગયો હતો. પરંતુ ગુજરાત RCB સામે હારી ગયું. શુભમન ગિલે IPL 2026 માં શાનદાર બેટિંગ કરી હતી, અને સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં બીજા નંબરે રહ્યો હતો. તેને 16 મેચોમાં 16 ઈનિંગમાં 45.75ની એવરેજથી 732 રન બનાવ્યા હતા. તેને 1 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. પરંતુ તે ઓરેન્જ કેપ મેળવવામાં ચૂકી ગયો હતો. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી આ બીજી ટેસ્ટ મેચ છે. 2018માં બંને ટીમો પહેલી વાર એકબીજા સામે આવી હતી, ત્યારે ભારતે અફઘાનિસ્તાનને 262 રનથી હરાવ્યું હતું. હવે અફઘાનિસ્તાન ભારત સામેની તે હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે.

બીસીસીઆઈએ શુભમન ગિલના નવા ફોટોશૂટના ફોટા શેર કર્યા છે. ફોટામાં ગિલ ભારતીય ટેસ્ટ કેપ પહેરેલો જોવા મળે છે. ભારતીય કેપ્ટન પણ તેનો વ્હાઈટ ટેસ્ટ યુનિફોર્મ પહેરેલો જોઈ શકાય છે.

શુભમન ગિલે આ દરમિયાન કોટ પણ પહેર્યો હતો. આ ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 5 મેચની સિરીઝ 2-2 થી ડ્રો કરી હતી.

આ પછી ભારતીય ટીમે ઘરઆંગણે રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝ 0-2થી હારી ગઈ. પરંતુ હવે IPL પછી શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી આ બીજી ટેસ્ટ મેચ છે. 2018માં બંને ટીમો પહેલી વાર એકબીજા સામે આવી હતી, ત્યારે ભારતે અફઘાનિસ્તાનને 262 રનથી હરાવ્યું હતું. હવે અફઘાનિસ્તાન ભારત સામેની તે હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે.

શુભમન ગિલ પણ શાનદાર ફોર્મમાં છે. તેને IPL 2026 માં ગુજરાત ટાઈટન્સની શાનદાર કેપ્ટનશીપ કરી હતી, જેના કારણે તે ફાઈનલમાં પહોંચી ગયો હતો. પરંતુ ગુજરાત RCB સામે હારી ગયું. શુભમન ગિલે IPL 2026 માં શાનદાર બેટિંગ કરી હતી, અને સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં બીજા નંબરે રહ્યો હતો. તેને 16 મેચોમાં 16 ઈનિંગમાં 45.75ની એવરેજથી 732 રન બનાવ્યા હતા. તેને 1 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. પરંતુ તે ઓરેન્જ કેપ મેળવવામાં ચૂકી ગયો હતો.