
સૂર્યાને માત્ર ટી20 ટીમની કેપ્ટનશીપ પરથી જ દૂર કરવામાં આવ્યા નથી, પરંતુ તેમને આગામી સીરિઝઓ માટેની ટી20 ટીમમાંથી પણ સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યા છે. સિલેક્ટર્સના આ આકરા પગલાથી સૂર્યકુમારની આંતરરાષ્ટ્રીય ટી20કરિયર પર ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે.

શું સૂર્યકુમાર યાદવ માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ થઈ ગયા છે? શું ભારતને T20 વર્લ્ડ કપમાં લઈ જનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવની કારકિર્દી હવે સમાપ્ત થઈ ગઈ છે? ટીમ ઈન્ડિયાના કેપ્ટનશીપ પરથી દૂર થયા પછી સૂર્યકુમાર યાદવ વિશે આ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આવા પ્રશ્નો વચ્ચે, સૂર્યકુમાર યાદવની નિવૃત્તિની જાહેરાત કરતી એક સોશિયલ મીડિયા પોસ્ટે સનસનાટી મચાવી દીધી છે.

ભારતીય ટીમના કેપ્ટનશીપમાં ફેરફારના એક દિવસ પછી,7 જૂનના રોજ,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સૂર્યકુમાર યાદવના નામના એક એકાઉન્ટે પોસ્ટ કરી હતી કે તેમના પહેલા બોલ પર છગ્ગો ફટકારવાથી લઈને T20 વર્લ્ડ કપ જીતવા સુધીની તેમની સફર નોંધપાત્ર હતી, અને તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે.

આ પોસ્ટે ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે, સેંકડો લાઈક્સ, કોમેન્ટ્સ અને રિપોસ્ટ્સ મેળવ્યા છે, જેમાંથી મોટાભાગે તેમને તેમના શાનદાર કારકિર્દી માટે અભિનંદન આપે છે. જોકે, સત્ય એ છે કે સૂર્યકુમાર યાદવે આવી કોઈ પોસ્ટ કરી નથી; તે એક 'પેરોડી' એકાઉન્ટ છે, જે ફક્ત મે 2026 માં બનાવવામાં આવ્યું હતું, અને આ તેમાંથી એકમાત્ર પોસ્ટ છે.

સૂર્યકુમાર યાદવે હજુ સુધી નિવૃત્તિની જાહેરાત કરી નથી કે આવા કોઈ સંકેત આપ્યા નથી. એવું પણ કહી શકાય નહીં કે સિરાજ માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ છે, કારણ કે તે હજુ પણ મજબૂત પ્રદર્શન સાથે પુનરાગમન કરી શકે છે.

સૂર્યકુમાર યાદવે માર્ચ 2021 માં ભારત માટે T20I માં પ્રવેશ કર્યો, તેના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો. તે ઝડપથી વિશ્વનો નંબર વન T20 બેટ્સમેન બન્યો, અને પછી, 2024 માં, તેને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો.