Ahmedabad : રફ્તારના રાક્ષસ તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જફ્રેમ થશે, SCના આદેશ બાદ કાયદાનો ગાળિયો કસાશે

20 જુલાઇ 2023ના રોજ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ઘાતકી અકસ્માત થયો હતો. બેફામ ઝડપે ચલાવેલી લક્ઝ્યુરિયસ કારે 9 લોકોને કચડી નાખ્યા, જેના કારણે સમગ્ર શહેરમાં શોક અને આક્રોશ ફેલાયો હતો.

જીવલેણ અકસ્માત

1/6Tathya Patel accident

20 જુલાઇ 2023ના રોજ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ઘાતકી અકસ્માત થયો હતો. બેફામ ઝડપે ચલાવેલી લક્ઝ્યુરિયસ કારે 9 લોકોને કચડી નાખ્યા, જેના કારણે સમગ્ર શહેરમાં શોક અને આક્રોશ ફેલાયો હતો. આ કાર તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. અગાઉ થયેલા અકસ્માતમાં લોકો મદદ કરવા ઉભા રહ્યા હતા તેમને રફ્તારના રાક્ષસ તથ્ય પટેલે કચડી નાખ્યા હતા

2/6Tathya Patel

પોલીસે આરોપી તથ્ય પટેલની ધરપકડ 21 જુલાઇ 2023ના રોજ કરી હતી. તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184, 134B હેઠળ ગુનો નોંધાયો હતો.

3/6Tathya Patel Ahmedabad

બનાવની ગંભીરતા જણાતા પોલીસે માત્ર એક સપ્તાહમાં 1684 પાનાની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી હતી. ગ્રામ્ય કોર્ટે આ ચાર્જશીટ જિલ્લા સેશન્સ કોર્ટમાં 25 દિવસમાં મોકલી હતી. પોલીસ દ્વારા 8 સાક્ષીઓના કલમ-164 નિવેદનો, 191 સાક્ષીઓના નિવેદનો અને 15 દસ્તાવેજી પુરાવા ચાર્જશીટમાં રજૂ થયા.

4/6Tathya Patel ISKCON Bridge

તથ્યએ જેલમાંથી છુટવા ઘણા હવાતિયાં કર્યા હતા જેમાં 12 ડિસેમ્બર 2024માં નિયમિત જામીન માટે અરજી કરી હતી તો દાદાની અંતિમવિધિમાં હાજર રહેવા પોલીસ જાપ્તા હેઠળ જામીન પર બહાર આવ્યો હતો. તેણે પિતાની બીમારીના કારણ દર્શાવી સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી

5/6Tathya Patel fatal accident

તથ્ય પટેલ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સહઆરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન, પ્રજ્ઞેશ પટેલે મૃતકોના પરિવારજનોને ધમકી આપી હોવાના આરોપ પણ હતા.

6/6Tathya Patel district sessions court

11 મે 2025ના રોજ 7 દિવસ માટે તેને જામીન મળ્યા હતા. તેણે માતાની સારવાર માટે પણ જામીન માગેલા હતા જે માતાની સારવાર માટે ઉપયોગ થયો. આ કેસમાં હાલ સુધી 45 થી વધુ મુદતો પડી ચૂકી છે. તથા તે ગુજરાત હાઇકોર્ટમાં 3 વખત ડિસ્ચાર્જ અરજી કરી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટમાં એક વખત ડિસ્ચાર્જ અરજી કરી છે. તેણે અલગ-અલગ કોર્ટોમાં 10 થી વધુ વખત જામીન અરજી કરી ચૂકી છે.

Gallery Ads