

દ્વારકા જિલ્લાના અનેક ગામના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના પાક બરબાદ થયા છે. ધરતીપુત્રો હવે સરકાર સામે યોગ્ય સહાયની માંગ સાથે ઉભા થયા છે. તાજેતરમાં પડેલા કમોસમી માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાથી ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઇ ગઇ છે. આહિર સિંહણ ગામના 70 થી વધુ ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરી સરકારને તાત્કાલિક 100% પાક વીમો ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

ખેડૂતોનું કહેવું છે કે અમારો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે, તેથી 100 ટકા પાક વીમો ચૂકવવો જ જોઈએ તેમજ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન થયેલ મગફળી સરકાર 200 મણ ખરીદી કરે અને જેમાં કમોસમી વરસાદથી નુકસાન થયેલ મગફળી પણ ટેકા ના ભાવે ખરીદી કરે તેવી તેવી ધરતી પુત્રો માંગ કરવામાં આવી છે..

દ્વારકા જિલ્લાના અનેક ગામના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના પાક બરબાદ થયા છે. આહિર સિંહણ ગામના 70 થી વધુ ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરી સરકારને તાત્કાલિક 100% પાક વીમો ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

આખુ વર્ષ ખેડૂતોએ મહેનત કરી હતી પણ છેલ્લે પાક લણવાનો આવ્યો ત્યારે કમોસમી વરસાદે પાક ખરાબ કરી નાખ્યો છે અને પાક નિષ્ફળ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને તેમની હાલત ખરાબ થઇ ગઇ છે.