​​Dwarka ના દરિયામાં ભારે કરંટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

દરિયામાં ઉદ્ભવેલા વાવાઝોડાના કારણે દેશના દરિયા કિનારાના રાજ્યોમાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે

અરબ સાગરમાં ડિપ્રેશન

1/6Cyclone


દરિયામાં ઉદ્ભવેલા વાવાઝોડાના કારણે દેશના દરિયા કિનારાના રાજ્યોમાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

2/6Heavy current in the sea of ​​Dwarka

દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. અરબ સાગરમાં ડિપ્રેશન હોવાથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેના કારણે દરિયાના મોજા ઉછળી રહ્યા છે.

3/6Dwarka Sea Strong current,

દરિયામાં કરંટ હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ રહી છે તેમજ ઓખા સહિતના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે હાલ દ્વારકા જિલ્લાના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા છે તેમજ પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે

4/6​​Dwarka Cyclone,

અરબ સાગરમાં ડિપ્રેશન હોવાથી દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે જેના પગલે દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યા છે. લોકો પણ દ્વારકાના દરિયા કિનારે દરિયાનું રૌદ્ર સ્વરુપ જોવા આવી રહ્યા છે.

5/6​​Dwarka Port Signal

ઓખા સહિત બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દ્વારકા સહિત દરિયા કિનારાના તમામ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં કરન્ટ હોવાથી દરિયાની નજીક ના જવા પણ અપીલ કરાઇ છે.

6/6​​Dwarka Wind

હવામાન વિભાગની ભારે પવન સાથે વરસાદની આગાહીના પગલે દ્વારકામાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ગુજરાતના અનેક ભાગોમા સામાન્યથી અતિ ભારે વરસાદ સાથે જ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં પણ ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે.

Gallery Ads