દિલ્હીમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. આ ભૂકંપના ઝટકાની અસર દિલ્હી-NCR સહિત હરિયાણા સુધી અનુભવાઈ હતી. લોકો ડરના માર્યે ઘરની બહાર દોડી ગયા ગયા. જો કે હજી સુધી કોઈ જાન હાનિના સમાચાર મળ્યા નથી. આ પહેલા 10 જુલાઈએ સવારે 9 વાગ્યે 4.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો આવો જાણીયે કઈ તીવ્રતામાં ભૂકંપના ઝટકાનો અનુભવ થાય છે અને કઈ તીવ્રતાનો ભૂકંપ ગંભીર માનવામાં આવે છે.







