આમિર ખાન જ નહીં, બોલીવુડના આ 5 દિગ્ગજોએ પણ કર્યા છે 2થી વધુ લગ્ન!

બોલીવુડમાં આ 5 દિગ્ગજોએ પણ પહેલા 2 થી વધુ લગ્ન કર્યા છે, જેમાં આ સુપરસ્ટારની માતાનું નામ પણ સામેલ છે.

આમિર ખાનના ત્રીજા લગ્નની ચર્ચા

1/6Aamir Khan, Sanjay Dutt (6)

ઘણા બધા લોકો આમિર ખાનના ત્રીજા લગ્નના સમાચાર સાંભળીને હેરાન છે. તેમના આ પહેલા 2 વખત લગ્ન થઈ ચૂક્યા છે, જેનાથી તેમને 3 બાળકો પણ છે. હવે 5 જુલાઈ 2026 ના રોજ તેઓ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે લગ્ન કરવાના છે. ઘણા લોકોને આ વાત જાણીને હેરાન થશો કે આમિર આવું કરનારા પહેલા વ્યક્તિ નથી. તેમના પહેલા બોલીવુડના આ 5 દિગ્ગજ સિતારાઓએ પણ 2 થી વધુ લગ્ન કર્યા છે. 

2/6Aamir Khan, Sanjay Dutt (1)

સંજય દત્તના પહેલા લગ્ન 1987માં અભિનેત્રી ઋચા શર્મા સાથે થયા હતા. કેન્સરની ગંભીર બીમારીના કારણે વર્ષ 1996માં ઋચાનું અવસાન થયું. આ પછી તેમણે બીજા લગ્ન વર્ષ 1998માં મોડેલ રિયા પિલ્લઈ સાથે કર્યા, પરંતુ 2005-2008 વચ્ચે તેમના છૂટાછેડા થઈ ગયા. પછી 2008માં તેમણે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા, જેમનીથી તેમને જોડિયા બાળકો છે.

3/6Aamir Khan, Sanjay Dutt (2)

કિશોર કુમારે એક નહીં પણ 4 લગ્ન કર્યા હતા. પહેલા વર્ષ 1950માં બંગાળી અભિનેત્રી રૂમા ગુહા ઠાકુરતા સાથે, બીજા વર્ષ 1960માં મધુબાલા સાથે, વર્ષ 1976માં અભિનેત્રી યોગિતા બાલી સાથે, પછી વર્ષ 1980માં અભિનેત્રી લીના ચંદાવરકર સાથે કર્યા હતા.

4/6Aamir Khan, Sanjay Dutt (3)

કબીર બેદીએ પણ 4 લગ્ન કર્યા. પહેલા ઓડિસી નૃત્યાંગના પ્રોતિમા બેદી સાથે. બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઇનર સુસાન હમ્ફ્રીઝ સાથે, ત્રીજા લગ્ન ટીવી પ્રેઝન્ટેર નિક્કી બેદી સાથે અને ચોથા લગ્ન પરવીન દુસાંજ સાથે કર્યા.

5/6Aamir Khan, Sanjay Dutt (4)

કરણ સિંહ ગ્રોવરે 3 લગ્ન કર્યા છે. પહેલા વર્ષ 2008માં ટીવી અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે, બીજા લગ્ન વર્ષ 2012માં પોતાની કો-સ્ટાર અને ફેમસ ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ સાથે, પછી ત્રીજા લગ્ન બોલીવુડ એક્ટ્રેસ બિપાશા બસુ સાથે કર્યા.

6/6Aamir Khan, Sanjay Dutt (5)

સુપરસ્ટાર શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમે પણ 3 લગ્ન કર્યા છે. વર્ષ 1979માં દિગ્ગજ અભિનેતા પંકજ કપૂર સાથે થયા. પછી વર્ષ 1990માં તેમણે અભિનેતા રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. વર્ષ 2004માં તેમણે ક્લાસિકલ સિંગર ઉસ્તાદ રઝા અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.

Gallery Ads