અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે કેન્સરના કારણે થયુ નિધન, મહાભારતમાં ભજવી હતી 'કર્ણ'ની ભૂમિકા

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં રાજ કરનાર પંકજ ધીરનું મૃત્યુ થયુ છે.

વધુ એક અભિનેતાનું કેન્સરથી નિધન

1/6actor pankaj dheer passes away


14 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે પંકજ ધીરે હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અભિનયની દુનિયામાં ગમનગીનીનો માહોલ છે. 

2/6actor pankaj dheer passes away

બોલીવુડના જાણીતા અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. 'મહાભારત' માં કર્ણનું પાત્ર ભજવીને પ્રસિદ્ધ થયેલા પંકજ ધીરે 68 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના અવસાનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છવાઈ છે.

3/6actor pankaj dheer passes away

પંકજ ધીરને કેન્સર હતું. તેઓએ કેન્સરની સામે એકવાર જીત્યા પણ ગયા કેટલાક મહિનાઓમાં તેમને કેન્સરનો ફરીથી ઉથલો માર્યો હતો. અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી. બીમારીને કારણે તેઓએ એક મોટી સર્જરી પણ કરાવી હતી. તેમ છતાં, પંકજ ધીરને બચાવી શકાયા નહીં. સોશિયલ મીડિયા પર પંકજ ધીરના અવસાનની ખબર ફેલાતાની સાથે જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ છે.

4/6actor pankaj dheer passes away

1988 ની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવીને પંકજ ધીરે ખૂબ જ સ્ટારડમ મેળવ્યું. આ પછી શાળાના પુસ્તકોમાં પણ કર્ણ તરીકે પંકજ ધીરના ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો. કર્ણની ભૂમિકા ભજવતા પહેલા તેઓ અર્જુનનો રોલ કરવાના હતા. તેમણે ઓડિશન પણ આપ્યું તેમાં તેઓ સફળ પણ થયા પરંતુ તે પછી તેમના બદલે ફિરોઝ ખાનને ભૂમિકા મળી હતી.કારણ કે આ રોલ પ્લે કરવા તેમને મૂંછો મૂંડાવવાનુ કહેવામાં આવ્યું હતું જે પંકજ ધીરને પસંદ ન હતું. આથી તેમણે તે રોલ નકારી કાઢ્યો.

5/6actor pankaj dheer passes away

પંકજ ધીરનું 68 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. પંકજ ધીરને ચંદ્રકાંતા માં શિવદત્તની ભૂમિકા માટે ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. બી.આર. ચોપરાની હિટ ટીવી સિરિયલ મહાભારત દ્વારા તેમણે દરેક ઘરમાં ઓળખ મેળવી. કર્ણના તેમના પાત્રે લોકોના હૃદય પર એવી અસર છોડી કે જ્યારે શોમાં કર્ણનું મૃત્યુ દ્રશ્ય બતાવવામાં આવ્યું ત્યારે લોકો રડવા લાગ્યા હતા.

6/6actor pankaj dheer passes away

કર્ણની ભૂમિકા ભજવ્યા પછી પંકજ ધીરે એટલું સ્ટારડમ મેળવ્યું કે કરનાર અને બસ્તરના મંદિરોમાં તેમની મૂર્તિઓ બનાવવામાં આવી અને સ્થાપિત કરવામાં આવી. તેમની પૂજા થવા લાગી. પંકજ ધીરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કરનાલ અને બસ્તરના મંદિરોમાં તેમના ચહેરાવાળી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. તેમણે તે મંદિરોની મુલાકાત લીધી હતી.

Gallery Ads