Ahmedabadમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો, ફિલ્મફેર એવોર્ડમાં સ્ટાર્સની ધમાકેદાર એન્ટ્રી

શાહરૂખ ખાન, કરણ જોહર અને અન્ય ઘણા સેલેબ્સ આજે ફિલ્મફેર એવોર્ડ્સ 2025 માટે સાથે જોવા મળશે. શાહરૂખ ખાન 17 વર્ષ પછી આ કાર્યક્રમનું હોસ્ટિંગ કરશે.

ફિલ્મફેર એવોર્ડમાં સ્ટાર્સનો જમાવડો

1/6Filmfare Awards 2025

70મો ફિલ્મફેર એવોર્ડ્સ 2025 અમદાવાદના EKA એરેનામાં યોજાઈ રહ્યો છે, જ્યાં બોલીવુડ સ્ટાર્સ પોતાનો ગ્લેમર અને ટેલેન્ટથી આ એવોર્ડ સેરેમનીમાં ચાર ચાંદ લગાવશે. 

2/6Filmfare Awards 2025

ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં રેડ કાર્પેટ પર એક્ટર જેકી શ્રોફે હાજરી આપી. જેકી શ્રોફે એક સવાલ કર્યો કે અહીં બેસ્ટ ઢોકળા ક્યાં મળે છે?

3/6Filmfare Awards 2025

ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં રેડ કાર્પેટ પર હર્ષવર્ધન રાણે જોવા મળ્યો. રેડ કાર્પેટ પર એક્ટર હર્ષવર્ધન રાણેએ કહ્યું કે 'શાહરૂખ ખાન વિના ફિલ્મફેર અધૂરું લાગે છે.

4/6Filmfare Awards 2025

"તન્વી ધ ગ્રેટ" થી ડેબ્યૂ કરનાર શુભાંગી દત્તે ફિલ્મફેર એવોર્ડ્સમાં રેડ આઉટફિટમાં જોવા મળી. તેણે આ ફંક્શનમાં પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે તે પહેલી વાર તેમાં હાજરી આપી રહી છે અને ખૂબ જ ઉત્સાહિત છે.

5/6Filmfare Awards 2025

કરણ જોહર 70મા ફિલ્મફેર એવોર્ડ સેરેમનીમાં પહોંચ્યો છે. તે શાઈનિંગ વ્હાઈટ બ્લેઝરમાં જોવા મળ્યો. એક્ટર રવિ કિશન પણ તેની પત્ની સાથે એવોર્ડ સેરેમનીમાં પહોંચ્યો.

6/6Filmfare Awards 2025

એવોર્ડ સેરેમનીમાં હાજરી આપવા માટે આવેલા બોલીવુડના કલાકારોમાં દિગ્ગજ એક્ટર અનુપમ ખેર અને સંગીતકાર અનુ મલિક અમદાવાદમાં આવી ગયા છે. આ સિવાય જાણીતી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તા અને એક્ટર અભિષેક બચ્ચન પણ અમદાવાદ પહોંચી ગયા છે.

Gallery Ads