
AI દ્વારા તૈયાર કરવામાં આવેલા આલિયા ભટ્ટના આ વિવિધ અવતારો અત્યારે સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં AIની ચોકસાઈ એટલી અદભૂત છે કે આલિયા દરેક દેશની મૂળ નાગરિક હોય તેવી જ દેખાઈ રહી છે. ટેકનોલોજી અને સુંદરતાના આ અનોખા સંગમે ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા છે અને દરેક લુક પર ફેન્સ ખૂબ જ પોઝિટિવ કોમેન્ટ્સ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ દરેક અવતારના ભરપેટ વખાણ કરી રહ્યા છે, જેના કારણે આ ફોટા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.

AIએ આલિયાને બ્રાઝિલિયન અવતારમાં રજૂ કરી, ત્યારે તેનો રંગ થોડો ડાર્ક થઈ ગયો. ગોલ્ડ જ્વેલરી, હૂપ ઇયરિંગ્સ અને ગ્લોસી લિપ્સમાં આલિયા એકદમ બ્રાઝિલિયન મહિલા જેવી લાગી રહી છે.

આ તમામ અવતારોમાં આલિયા અત્યંત સુંદર લાગી રહી છે. નવાઈની વાત એ છે કે, તે દરેક રૂપમાં જે-તે દેશ સાથે જોડાયેલી હોય તેવી જ દેખાઈ રહી છે. તેના ફિચર્સ (ચહેરાના હાવભાવ) દરેક દેશની મહિલાઓ સાથે બરાબર મળી રહ્યા છે.

આ કમાલ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો છે, જ્યાં આલિયા અલગ-અલગ અવતારોમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આલિયાએ અલગ-અલગ દેશોનો વેશ ધારણ કર્યો છે, જેમાં અભિનેત્રી ઘણી અલગ દેખાઈ રહી છે.

જ્યારે AIએ આલિયાને ચાઈનીઝ અવતારમાં બતાવી, ત્યારે આલિયાની આંખો થોડી નાની થઈ ગઈ હતી. સાથે જ તેના વાળ એકદમ સીધા અને શરીરનો રંગ એકદમ ગોરો થઈ ગયો.

આમાં આલિયાનો મેકઅપ ખૂબ જ લાઈટ છે અને તે બિલકુલ ચાઈનીઝ જેવી લાગી રહી છે.

જ્યારે AIએ રશિયન અવતાર બનાવ્યો, ત્યારે તેમાં આલિયાની આંખો વાદળી થઈ ગઈ અને ત્વચાનો રંગ આછો પીળો થઈ ગયો. સાથે જ સોનેરી વાળ અને ગુલાબી ગાલને કારણે આલિયા બિલકુલ રશિયન મહિલા જેવી દેખાવા લાગી.