Arjun Rampal Birthday : લગ્નના 21 વર્ષ બાદ છૂટાછેડા, 14 વર્ષ નાની મોડેલ સાથે લિવઇન રિલેશનશિપ, 4 બાળકોના પિતા છે અભિનેતા અર્જુન રામપાલ

બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ આજે તેમનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

મોડેલિંગમાં મેળવી પ્રસિદ્ધિી, ફિલ્મોમાં ફલોપ

1/6અર્જુન રામપાલ

બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ આજે તેમનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીમાં સોલો હિરો તરીકે ફિલ્મો કરી. હાલમાં અભિનેતાએ તેમની ફિલ્મોની સાથે અંગત જીવન માટે પણ ખૂબ ધ્યાન ખેંચ્યું છે. 2001માં ફિલ્મ ‘પ્યાર ઈશ્ક ઔર મોહબ્બત’થી અર્જુને ડેબ્યુ કર્યું. 2008માં રિલીઝ થયેલી 'રોક ઓન' માટે તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આજે તેમના જન્મદિવસ પર અભિનેતા વિશેની કેટલીક ખાસ વાતો શેર કરીએ.

2/6અર્જુન રામપાલ

બોલીવુડમાં લાંબા સમયથી હિસ્સો રહ્યો છે અર્જુન રામપાલ. આજે અર્જુન તેના 53મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. અભિનેતા મોડેલિંગમાંથી ફિલ્મોમાં આવ્યો. મોડેલિંગમ કારર્કિદી ખૂબ સફળ રહી. પરંતુ ફિલ્મોમાં અભિનેતા તરીકે ફલોપ રહ્યો અર્જુન. આજે તેના અંગત જીવન વિશે જાણીએ.

3/6અર્જુન રામપાલ

અર્જુન રામપાલનો જન્મ 26 નવેમ્બર, 1972 ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. અર્જુન જયારે નાના હતો ત્યારે જ તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા. અર્જુનની માતા એક શિક્ષિકા હતી તે તેની સાથે રહેતો હતો.

4/6અર્જુન રામપાલ

અર્જુન રામપાલે દિલ્હી યુનિવર્સિટીના હિન્દુ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. બોલિવૂડમાં પ્રવેશતા પહેલા, અર્જુન એક સફળ મોડેલ હતો. લોકપ્રિય ફેશન ડિઝાઇનર રોહિત બાલે અર્જુનને એક પાર્ટીમાં જોયો અને તેના દેખાવથી પ્રભાવિત થય અને અર્જુન મોડેલિંગની કારકિર્દીમાં આવ્યો.

5/6અર્જુન રામપાલ

અર્જુને ૧૯૯૮માં સુપરમોડેલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રીઓ છે: મહિકા અને માયરા. મહિકાનો જન્મ ૨૦૦૨માં થયો હતો, જ્યારે માયરાનો જન્મ ૨૦૦૫માં થયો હતો. અર્જુન અને મેહરના લગ્નને ૨૧ વર્ષ થયા હતા અને ૨૦૧૯માં તેમના છૂટાછેડા થયા.

6/6અર્જુન રામપાલ

છૂટાછેડા પછી, અર્જુન દક્ષિણ આફ્રિકન મોડેલ ગેબ્રિએલા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે. ગેબ્રિએલા અર્જુન કરતા 14 વર્ષ નાની છે. 18 જુલાઈ, 2019 ના રોજ, તેઓએ એક પુત્ર, એરિકનું સ્વાગત કર્યું. હાલમાં અર્જુનનું સ્ટેટસ જોઈએ તો તે ચાર બાળકોનો પિતા છે. છૂટાછેડા બાદથી લાંબા સમયથી પોતાનાથી 15 વર્ષ નાની મોડેલ સાથે રહે છે.

Gallery Ads