
સોનમ કપૂરે પ્રેગનન્સીને લઈને સમાચારમાં છે. અભિનેત્રી બીજી વખત ગર્ભવતી છે. સોનમે ઇન્સ્ટાગ્રામ પર આ ખુશ ખબરી ફેન્સ સાથે શેર કરી. ફેન્સ સહિત કપૂર અને આહુજા પરિવારમાં ખુશીઓનું મોજું ફેલાઈ ગયું. બંને પરિવારો તેમના નાના મહેમાનોના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગ્નના ચાર વર્ષ પછી, આ દંપતીએ 2022 માં પુત્ર વાયુનું સ્વાગત કર્યું. અભિનેત્રીએ 2022 માં કાળા સ્વિમસ્યુટમાં પોતાની તસવીરો શેર કરીને પોતાની પહેલી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. સોનમ હંમેશા તેના સ્ટાલિશ અંદાજ માટે ફેશન ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે.

બોલીવુડ ફેશન ક્વીન સોનમ કપૂર ટૂંક સમયમાં પોતાના બીજા બાળકની અપેક્ષા રાખી રહી છે. અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા કેટલાક સુંદર ફોટા ચાહકો સાથે શેર કર્યા છે, અને આ ખુશખબર શેર કરી છે.

સોનમ કપૂરના લગ્ન દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે થયા છે. અભિનેત્રી પતિ સાથે મુંબઈમાં રહે છે. તેમના લગ્નમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. તેમને ઇન્ડસ્ટ્રીમાં એક પાવર કપલ માનવામાં આવે છે. ઘણા વર્ષોના ડેટિંગ પછી, સોનમ અને આનંદે 2018 માં લગ્ન કર્યા હતા.

સોનમનું મુંબઈમાં એક વૈભવી એપાર્ટમેન્ટ છે, જેનો દરેક ખૂણો તેણે પ્રાચીન વસ્તુઓથી શણગારેલો છે. અભિનેત્રી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઘરના ફોટા શેર કરતી રહી છે. અભિનેત્રી લાંબા સમયથી હિન્દી ફિલ્મોથી દૂર છે. પહેલા બાળકના જન્મ બાદ સોનમ પરિવારમાં વ્યસ્ત છે.

ઘરમાં મોંઘા ફર્નિચર, તેમજ સુંદર અને શાહી ચિત્રો છે. દિવાલો સુંદર વાદળી અને સફેદ રંગોથી શણગારવામાં આવી છે. ઘરમાં કેટલાક વિસ્તારોમાં લાકડાનું કામ પણ જોવા મળે છે. જયાંથી તે અનેક વખત ફોટા ફેન્સ શેર કરે છે.

ફિલ્મોમાં ના હોવા છતાં સોનમ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી રહી છે, તેના ઉદ્યોગના મિત્રો અને સાથીદારો માટે તેના ઘરે પાર્ટીઓનું આયોજન કરીને હંમેશા સોશિયલ મીડિયામાં સક્રિય રહી ફેન્સ સાથે કનેકટ રહે છે.