
બોલીવુડ અભિનેતા સની દેઓલ પોતાની આગામી ફિલ્મ 'બોર્ડર 2'નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મ 23 જાન્યુઆરીએ રિલિઝ થવા માટે તૈયાર છે. તેની વચ્ચે અભિનેતા ભારતીય નેવીના એરક્રાફ્ટ આઈએનએસ વિક્રાંતની મુલાકાતે પહોંચ્યા છે.

બોલીવુડ અભિનેતા સની દેઓલ પોતાની આગામી ફિલ્મ 'બોર્ડર 2'નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મ 23 જાન્યુઆરીએ રિલિઝ થવા માટે તૈયાર છે. તેની વચ્ચે અભિનેતા ભારતીય નેવીના એરક્રાફ્ટ આઈએનએસ વિક્રાંતની મુલાકાતે પહોંચ્યા છે.

ગુરૂવારે સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની તસ્વીરો શેયર કરી છે. આ તસ્વીરોમાં તેમની સાથે 'બોર્ડર 2'ની ટીમ પણ નજર આવી રહી છે, જેમાં અનુ મલિક, સોનુ નિગમ અને ફિલ્મના પ્રોડ્યુસર પણ સામેલ છે. અહીં તેમને નેવીના જવાનો સાથે મુલાકાત કરી.

તસ્વીરોની સાથે સની દેઓલે એક ભાવુક નોટ પણ લખી છે. તેમને લખ્યું કે કેટલીક જગ્યાઓ તમને ઘેરતી નથી પણ તમને બદલી દે છે. INS વિક્રાંતે મને ગર્વ, તાકાત અને હિંમતથી ભરી દીધો. આ એક એવો સમય છે જેને હું હંમેશા પોતાની સાથે રાખીશ. આપણી નેવી અને જવાનો તથા તેના જઝબાને સલામ, જે દરરોજ આપણી માતૃભૂમિની રક્ષા કરે છે. જય હિન્દ.

INS વિક્રાંત ભારતનું પ્રથમ સ્વેદશી એરક્રાફ્ટ છે અને તે દેશની નેવીની તાકાતમાં એક મોટી સિદ્ધિ છે. તેને 2 સપ્ટેમ્બર 2022એ ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યું છે. તેનું નામ ભારતના પ્રથમ એરક્રાફ્ટ આઈએનએસ વિક્રાંતના નામ પર રાખવામાં આવ્યું છે.

'બોર્ડર 2' ફિલ્મની વાત કરીએ તો તેમાં સની દેઓલની સાથે અહાન શેટ્ટી, વરૂણ ધવન અને દિલજીત દોસાંઝ પણ હશે.જેપી દત્તાની બોર્ડર ફિલ્મના લગભગ 3 દાયકા બાદ 'બોર્ડર 2' ચર્ચામાં છે. અનુરાગ સિંહના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મની સ્ટોરી વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.