
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા કેટલાય કલાકારો છે જેમણે પોતાની શિસ્તબદ્ધતાથી ફેન્સના દિલ જીત્યા છે અને અનેક રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે. આજે આપણે એવા અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ જેમને તમે ચોક્કસપણે ટીવી પર જોયા જ હશે. તેઓ માત્ર સાઉથના જ નહીં પરંતુ ભારતના અત્યાર સુધીના ઇતિહાસના સૌથી પ્રોફાઈલિક એક્ટર છે.

સાઉથ ઇન્ડસ્ટ્રીના લિજેન્ડરી કોમેડિયન બ્રહ્માનંદમ વિશે. તેઓ 70 વર્ષના થઈ ગયા છે અને હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1986ની ફિલ્મ ચાંટબબાઈથી કરી હતી, જેનો અર્થ છે કે આ અભિનેતાએ ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂર્ણ કર્યા છે.

બ્રહ્માનંદમ દેશના સૌથી પ્રોફાઈલિક અભિનેતા છે અને તેમના નામે અનેક રેકોર્ડ્સ નોંધાયેલા છે. તેઓ 1050 ફિલ્મો કરી ચૂક્યા છે અને તેમનું નામ 'મોસ્ટ સ્ક્રીન ક્રેડિટ બાય લિવિંગ એક્ટર' ની કેટેગરીમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે તેઓ એક અભિનેતા હોવા ઉપરાંત વોઈસ એક્ટર અને સિંગર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમણે તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મો સિવાય હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ ટીવી ઇન્ડસ્ટ્રીમાં જજની ભૂમિકામાં પણ જોવા મળ્યા હતા.

આ અભિનેતાએ વર્ષ 1999માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેઓ ડોક્ટર પીકે મારેના રોલમાં જોવા મળ્યા હતા. સૂર્યવંશમ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહોતી પરંતુ ટીવી પર તેને અપાર સફળતા મળી હતી.

બ્રહ્માનંદમની વાત કરીએ તો, તેઓ હજુ પણ ફિલ્મ જગતનો હિસ્સો છે અને વર્ષ 2024માં તેમની ફિલ્મ મુફાસા: ધ લાયન કિંગ આવી હતી. ત્યારબાદ તેમની લેટેસ્ટ ફિલ્મ જૂનિયર છે જેમાં તેઓ કેમિયો રોલમાં જોવા મળ્યા હતા.