
બોલિવૂડ અભિનેતા વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ" ગત ૫ જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. નોંધનીય છે કે, વરુણ ધવન અને તેમના પિતા તેમજ દિગ્ગજ ડાયરેક્ટર ડેવિડ ધવન વચ્ચેનો આ ચોથો સહયોગ છે. આ ફિલ્મને વિવેચકો (Critics) અને દર્શકો બંને તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ બ્લોકબસ્ટર સાબિત નથી થઈ, તેમ છતાં તે ધીમે ધીમે સારી કમાણી કરીને નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહી છે

ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' ફિલ્મે વીકેન્ડ (શનિ-રવિ) દરમિયાન શાનદાર ઓપનિંગ મેળવ્યું હતું, પરંતુ સોમવાર આવતાની સાથે જ તેની કમાણીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ ફિલ્મમાં ફરી એક વખત વરુણની બે હિરોઈન સાથે જોરદાર કોમેડીની કેમેસ્ટ્રી રચાઈ છે. ટ્રેકિંગ વેબસાઇટ 'સેકનિલ્ક'ના અહેવાલ અનુસાર, રિલીઝના છઠ્ઠા દિવસે ફિલ્મની કમાણીમાં અગાઉના દિવસની સરખામણીએ ૨૭.૩% નો ઘટાડો નોંધાયો છે. બુધવારે દેશભરના આશરે ૭,૪૯૫ શોમાંથી ફિલ્મે ₹૨.૮૫ કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ, ભારતમાં ફિલ્મનું ૬ દિવસનું કુલ નેટ કલેક્શન ₹૩૪.૧૫ કરોડ અને ગ્રોસ કલેક્શન ₹૪૦.૬૦ કરોડ પર પહોંચી ગયું છે.

'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' ફિલ્મમાં વરુણ સલમાન ખાનના ગીત પર રીમિક્સ કરી મૃણાલ અને પૂજા હેગડે સાથે જોરદાર ડાન્સ કર્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાના પહેલા જ દિવસથી શાનદાર પકડ જમાવી હતી. ઓપનિંગ ડે એટલે કે દિવસ ૧ (શુક્રવાર) ના રોજ ફિલ્મે ₹૭.૫૦ કરોડની કમાણી સાથે ખાતું ખોલાવ્યું હતું, જ્યારે બીજા દિવસે (શનિવાર) પણ આ જ ગતિ જાળવી રાખીને ₹૭.૫૦ કરોડનું કલેક્શન કર્યું હતું.

વરુણ, પૂજા અને મૃણાલ કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી રહી છે. વીકેન્ડના છેલ્લા દિવસે, એટલે કે દિવસ ૩ (રવિવાર) ના રોજ ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો અને ફિલ્મે ₹૯.૦૦ કરોડનો શાનદાર બિઝનેસ કર્યો. આ સાથે જ ફિલ્મે પોતાના પહેલા વીકેન્ડમાં જ કુલ ₹૨૪.૦૦ કરોડની મજબૂત કમાણી કરી લીધી હતી.

ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત વરુણ ધવનની ફિલ્મમાં તેના રિમિક્સ ગીતોને કારણે ઘણો વિવાદ થયો હતો. આ વિવાદો છતાં, ફિલ્મે શરૂઆતના સપ્તાહમાં સારી કમાણી કરી. જોકે, વરુણને રામ ચરણની "પેડ્ડી" થી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે.

આ ફિલ્મમાં પૂજા હેગડે સાથે વરુણનો રોમાન્સ દર્શકોને મનોરંજન આપે છે. "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ" કોમેડી કિંગ ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત છે. ડેવિડ હંમેશા તેની ફિલ્મો માટે તેના અનોખા નમૂના માટે જાણીતા છે. તેથી, ડેવિડની "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ" વિશે લોકોનો ઉત્સાહ ચરમસીમાએ છે.

વરુણ ધવનની ફિલ્મે સપ્તાહના અંતે સારી કમાણી કરી. અને અઠવાડિયાના દિવસોમાં પણ, ફિલ્મ કરોડોની કમાણી કરવામાં પાછળ રહી નથી. ફિલ્મે તેના શરૂઆતના દિવસે ₹7.50 કરોડની કમાણી કરી હતી. જયારે 6 દિવસ સુધીમાં ભારતમાં કુલ કલેક્શન ₹34.15 કરોડ (નેટ કલેક્શન) પર પહોંચી ગયું છે. જે આ ફિલ્મની સફળતા અને વરુણની કોમેડી દર્શકોની ખૂબ પસંદ આવી રહી છે તે બતાવે છે.