
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમના ફેન્સને દિવાળીની મોટી ભેટ આપી છે. આ કપલે પહેલી વાર તેમની પુત્રી દુઆ પાદુકોણ સિંહનો ફેસ ફેન્સ સમક્ષ રજૂ કર્યો છે.

બોલીવુડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમના ફેન્સને દિવાળીની મોટી ગિફ્ટ આપી છે. એક વર્ષ પછી આ કપલે ફેન્સ સમક્ષ તેમની પુત્રી દુઆનો ફેસ રિવીલ કર્યો છે. ફેન્સ દુઆની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 8 સપ્ટેમ્બર 2024 ના રોજ પુત્રીનું સ્વાગત કર્યું. એક વર્ષ પછી આ કપલે પહેલીવાર ફેન્સને તેમની પુત્રીનો ફેસ બતાવ્યો છે અને તેમની પુત્રી દુઆના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

તસવીરોમાં દુઆ રેડ કલરનો એથનિક સૂટ પહેરેલી જોવા મળે છે. તે બે પોનીટેલ અને કપાળ પર બિંદી સાથે ખૂબ જ સુંદર લાગે છે. દુઆ ઘણા ફોટામાં હસતી અને પોઝ આપતી જોવા મળે છે. ફેન્સ રણવીર અને દીપિકાની પુત્રીના ફોટા પરથી નજર હટાવી શકતા નથી.

દીપિકાના દિવાળી લુકની વાત કરીએ તો એક્ટ્રેસ તેની પુત્રી સાથે રેડ અનારકલી ડ્રેસ અને મેચિંગ એમ્બ્રોઈડરીવાળા દુપટ્ટામાં જોવા મળી હતી. તે ઘરેણાં અને બનમાં ગજરા સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન રણવીર સિંહ વ્હાઈટ શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. તેને સનગ્લાસથી પોતાનો લુક કમ્પલીટ કર્યો છે.

એક તસવીરમાં દુઆ દીપિકાના ખોળામાં બેઠી છે અને પ્રાર્થના કરતી જોવા મળે છે. ફેન્સ આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે.