પિતા મોટા પ્રોડ્યુસર છતાં હીરોને લાગ્યું ફ્લોપનું લેબલ, જયારે તેની રૂપસુંદરી પત્ની બોલીવુડ પર કરે છે રાજ!

બોલિવૂડના પ્રખ્યાત પ્રોડ્યુસરના પુત્ર હોવા છતાં જેકી ભગનાની સુપરસ્ટાર ન બની શક્યા. જાણો કેવી રીતે પિતાના સપોર્ટ છતાં ફ્લોપ રહ્યા જેકી, જ્યારે તેમની પત્ની રકુલ પ્રીત આજે ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે.

બોલિવૂડના પ્રખ્યાત પ્રોડ્યુસરના પુત્ર જેકી

1/9વાસુ ભગનાનીનો પુત્ર જેકી ભગનાની મહાફલોપ હિરો

બોલિવૂડમાં ઘણીવાર એવું જોવા મળે છે કે સ્ટાર કિડ્સ અથવા મોટા ફિલ્મ મેકર્સના બાળકોને ઇન્ડસ્ટ્રીમાં સરળતાથી એન્ટ્રી મળી જાય છે, પરંતુ સફળતા માત્ર ટેલેન્ટ અને દર્શકોના પ્રેમથી જ મળે છે. હિન્દી સિનેમામાં એક એવો જ અભિનેતા છે, જે એક પ્રખ્યાત અને દિગ્ગજ નિર્માતાનો પુત્ર હોવા છતાં ફિલ્મી પડદે પોતાને એક સફળ હીરો તરીકે સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યો. પ્રખ્યાત પ્રોડ્યુસરના પુત્ર હોવા છતાં જેકી ભગનાની સુપરસ્ટાર ન બની શક્યા જ્યારે તેમની પત્ની રકુલ પ્રીત આજે ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે. રકુલ પ્રીતની ફી જાણી તમારા હોશ ઉડી જશે.

2/9સાઉથ અભિનેત્રી રકુલ પ્રીત

અભિનેતા જેકી ભગનાનીની. જેકીના પિતા વાશુ ભગનાની બોલિવૂડના ખૂબ જ જાણીતા અને મોટા પ્રોડ્યુસર છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી મોટા બજેટની હિટ ફિલ્મો બનાવી છે. પોતાના પુત્રને સુપરસ્ટાર બનાવવા માટે પણ તેમણે તમામ પ્રયત્નો કર્યા અને ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી, પરંતુ તે જેકીને એક સફળ અભિનેતા તરીકે સ્થાપિત ન કરી શક્યા. જેકી ભગનાનીનું એક્ટિંગ કરિયર બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શક્યું.

3/9રકુલના લગ્ન જેકી ભગનાની

ભલે જેકી ભગનાની એક અભિનેતા તરીકે બોલિવૂડમાં ખાસ સફળતા મેળવી શક્યા નથી, પરંતુ તેમની પત્ની અને અભિનેત્રી રકુલ પ્રીત સિંઘ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. રકુલ પ્રીતે પોતાની મહેનત અને શાનદાર અભિનયના દમ પર સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક મજબૂત ઓળખ

4/9રકુલ

જેકીની પત્ની રકુલ પ્રીત સિંહના પરિવારનો ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ નહોતો. બાળપણમાં, અભિનેત્રીએ ભાગ્યે જ કલ્પના કરી હશે કે તે મોટી થઈને એક પ્રખ્યાત અભિનેત્રી બનશે. આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી, રકુલે પોતાની મહેનત અને કોઈ ગોડફાધર વિના ફિલ્મ ઉદ્યોગમાં આ સ્થાન મેળવ્યું.

5/9રકુલ પ્રીત

રકુલ પ્રીત સિંહનો જન્મ ૧૦ ઓક્ટોબર, ૧૯૯૦ ના રોજ નવી દિલ્હીમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેના પિતા આર્મીમાં હતા, જેના કારણે તેણીનું પ્રારંભિક શિક્ષણ વિવિધ શહેરોમાં થયું. તેણીએ દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજમાંથી ગણિતમાં ઓનર્સ ડિગ્રી મેળવી.

6/9ફલોપ હિરો

રકુલે કોલેજમાં જ મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2009 માં, તેણીએ કન્નડ ફિલ્મ "ગિલી" થી અભિનયની શરૂઆત કરી. એક મુલાકાતમાં, રકુલે જણાવ્યું હતું કે તેણીએ આ ફિલ્મ ફક્ત થોડા વધારાના ખિસ્સાના પૈસા કમાવવા માટે કરી હતી, કારણ કે તેણીને ખ્યાલ નહોતો કે તે સમયે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ કેટલો વિશાળ હતો.

7/9રકુલ અને જેકી

૨૦૧૧ માં, તેણીએ ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો, જ્યાં તેણી પાંચમા સ્થાને રહી અને "મિસ ફ્રેશ ફેસ" સહિત અનેક સબટાઈટલ જીત્યા. ત્યારપછી રકુલ પ્રીત સિંહને સમજાયું કે તે અભિનયમાં કારકિર્દી બનાવવા માંગે છે. 2013 માં આવેલી તેલુગુ ફિલ્મ "વેંકટાદ્રી એક્સપ્રેસ" તેના કરિયરમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

8/9રકુલ પ્રીત સિંહ

બોલિવૂડમાં પ્રવેશતા પહેલા, રકુલ પ્રીત સિંહે દક્ષિણ ભારતીય સિનેમાના ઘણા દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરી હતી. અભિનેત્રીએ મહેશ બાબુ, અલ્લુ અર્જુન, જુનિયર એનટીઆર, રામ ચરણ અને કાર્તિ સાથે બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ત્યારબાદ બોલીવુડમાં પણ અજય દેવગણ અને તબ્બુ જેવા દિગ્ગજ સ્ટાર સાથે કામ કર્યું. રકુલ અને જેકી ભગનાનીએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું.

9/9જેકી ભગનાની મેરેજ રકુલ પ્રીત સિંહ

2024 માં, રકુલે ગોવામાં એક ભવ્ય અને ખાનગી સમારંભમાં જેકી ભગનાની સાથે લગ્ન કર્યા. રકુલ પ્રીત સિંહની કમાણી વિશે વાત કરીએ, તો અભિનેત્રી તેની દરેક ફિલ્મ માટે 2 થી 3 કરોડ રૂપિયા ફી લે છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ નોંધપાત્ર રકમ કમાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રકુલ પ્રીત સિંહની કુલ સંપત્તિ લગભગ 45-50 કરોડ રૂપિયા છે.

Gallery Ads