વર્ષ 2026ની સૌથી સસ્તી બજેટની ફિલ્મ! માત્ર 10 કરોડના ખર્ચે બોક્સ ઓફિસ પર મેળવ્યો 718 ટકાનો અધધ પ્રોફિટ

2026માં ઘણી મોટા બજેટની ફિલ્મો રિલીઝ થઈ પરંતુ નાના બજેટની ફિલ્મોએ સારી કમાણી કરી. સાઉથની એક એવી જ ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જેણે 10 કરોડના બજેટમાં જબરદસ્ત કમાણી કરી છે.

2026ની સૌથી મોટી Surprise Hit!

1/5Thaai Kizhavi Film (6)

બોક્સ ઓફિસ પર આ વર્ષે 2026 માં સાઉથની એકથી ચડિયાતી એક ફિલ્મો રિલીઝ થઈ પરંતુ બહુ ઓછી ફિલ્મો રહી, જેમણે બોક્સ ઓફિસ પર બજેટની સરખામણીમાં સારો એવો નફો મેળવ્યો. મોટાભાગે નાના બજેટની ફિલ્મોએ મોટી ફિલ્મોની સરખામણીમાં ધમાકેદાર કમાણી કરી. એવામાં આજે તમને તમિલની એક એવી જ ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે 700 ટકા કરતા પણ વધુ કમાણી કરી છે. 

2/5Thaai Kizhavi Film (4)

જે ફિલ્મ વિશે વાત કરવામાં આવી રહી છે તે તમિલ ફિલ્મ થાઈ કિઝાવી છે, જેણે બોક્સ ઓફિસ પર 75 દિવસની સફર ખેડી અને ધમાકેદાર કલેક્શનની સાથે જ તે 2026 ની સૌથી વધુ કમાણી કરનારી અને નફો મેળવનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

3/5Thaai Kizhavi Film (1)

દિગ્દર્શક શિવાકુમાર મુરુગસનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'થાઈ કિઝાવી' (Thaai Kizhavi) 2026ની સૌથી સસ્તા બજેટની અને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ છે. IMDb અનુસાર, આ ફિલ્મનું બજેટ 10 કરોડ રૂપિયા હતું જ્યારે સેકનિલ્ક અનુસાર, ફિલ્મે વર્લ્ડવાઈડ 82.02 કરોડનું કલેક્શન કર્યું છે.

4/5Thaai Kizhavi Film (2)

એટલું જ નહીં, આ ફિલ્મે ઇન્ડિયા નેટ કલેક્શનમાં 62.62 કરોડનો બિઝનેસ કર્યો હતો. તેનું ઇન્ડિયા ગ્રોસ કલેક્શન 71.67 કરોડ રહ્યું હતું. તેણે ઓવરસીઝમાં 10.35 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 75 દિવસ સુધી સિનેમાઘરોમાં ચાલી હતી અને લોકોએ તેને ખૂબ જ પસંદ કરી હતી.

5/5Thaai Kizhavi Film (3)

જો 'થાઈ કિઝાવી' ની કમાણીના નફા વિશે વાત કરવામાં આવે તો તેણે સારો એવો પ્રોફિટ મેળવ્યો હતો. ફિલ્મનું બજેટ 10 કરોડ હતું અને વર્લ્ડવાઈડ કમાણી 82.02 કરોડ રહી. આ હિસાબે ફિલ્મે પોતાના બજેટ કરતા આશરે 718 ટકા જેટલો નફો કર્યો છે. કોઈ પણ ફિલ્મ માટે આ એક શ્રેષ્ઠ અને અદ્ભુત મુનાફો છે.

Gallery Ads