દિશા પટણી આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે અભિનેત્રી સુંદરતાને કારણે સોશિયલ મીડિયા પર ઘણીવાર ફેન્સનું દિલ જીતી લે છે.

દિશા પટણી આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે અભિનેત્રી સુંદરતાને કારણે સોશિયલ મીડિયા પર ઘણીવાર ફેન્સનું દિલ જીતી લે છે.

બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ 2015 માં તેલુગુ ફિલ્મ 'લોફર' થી પોતાની સિનેમેટિક કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન પુરી જગન્નાથ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અભિનેત્રીએ મૌનીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં વરુણ તેજા પણ મુખ્ય ભૂમિકામાં હતા. અભિનેત્રીને તેની શરૂઆતની કારકિર્દીમાં ખરાબ દિવસોનો સામનો કરવો પડ્યો હતો.

2016માં અભિનેત્રી 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ફિલ્મમાં જોવા મળી હતી. આ તેની બીજી ફિલ્મ અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પહેલી ફિલ્મ હતી. સુશાંત સિંહ રાજપૂત અભિનીત આ ફિલ્મ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના સંઘર્ષ પર આધારિત હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ પ્રિયંકા ઝાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

આ ફિલ્મે 104 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં શાનદાર અભિનય માટે અભિનેત્રીને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી હતી. તેણીને શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ (IIFA)નો ખિતાબ પણ મળ્યો હતો.

2016માં અભિનેત્રી 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ફિલ્મમાં જોવા મળી હતી. આ તેની બીજી ફિલ્મ અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પહેલી ફિલ્મ હતી. સુશાંત સિંહ રાજપૂત અભિનીત આ ફિલ્મ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના સંઘર્ષ પર આધારિત હતી. આ ફિલ્મે 104 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં શાનદાર અભિનય માટે અભિનેત્રીને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી હતી. તેણીને શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ (IIFA)નો ખિતાબ પણ મળ્યો હતો.

પોતાની બીજી ફિલ્મની સફળતા બાદ દિશા પટાણી જેકી ચાનની ફિલ્મ 'કુંગ ફુ યોગા' માં જોવા મળી. આ ફિલ્મમાં અભિનેત્રીએ અશ્મિતાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને વિશ્વ સ્તરે પણ ઘણી ઓળખ મળી. અભિનેત્રી 'બાગી 2', 'ભારત', 'મલંગ', 'બાગી 3', 'રાધે' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. ત્યારબાદ વર્ષ 2024માં અભિનેત્રી ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણી કમાણી કરી હતી.

દિશા પટાણીએ પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન થોડી જ હિટ ફિલ્મો આપી છે. જોકે, તે મોટે ભાગે તેના ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. અભિનેત્રી હવે 'વેલકમ ટુ ધ જંગલ બુક'માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે.