દયાબેન ઉર્ફે દિશા વાકાણીનો ફેમિલી લુક વાયરલ, પતિ અને બાળકો સાથે ભક્તિમાં લીન જોવા મળી અભિનેત્રી!

પ્રખ્યાત અભિનેત્રી દિશા વકાણી તેના પરિવાર સાથે મંદિરની મુલાકાત લેતા જોવા મળી હતી, જ્યાં તે તેના પતિ અને બંને બાળકો સાથે શિવભક્તિમાં લીન જોવા મળી હતી.

દિશા વાકાણીની પુત્રી થઈ ગઈ

1/6Disha Vakani, TMKOC, Dayaben  (7)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિશા વકાણી લાંબા સમય બાદ તેના પરિવાર સાથે ભક્તિમય અંદાજમાં જોવા મળી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી તેના પતિ અને બંને બાળકો સાથે ભગવાન શિવની આરાધના કરતી જોવા મળે છે, જે ફેન્સ માટે સુંદર ઝલક સમાન છે. વર્ષોથી પડદાથી દૂર હોવા છતાં, તેના બાળકો અને સુખી પરિવારને જોઈને ફેન્સે સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે.

2/6Disha Vakani, TMKOC, Dayaben

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર એક્ટ્રેસ દિશા વકાણી શોમાં દયાબેનનો રોલ કરીને છવાઈ ગઈ હતી. તેની દરેક ઝલક ફેન્સને દીવાના બનાવી દે છે.

3/6Disha Vakani, TMKOC, Dayaben  (1)

2017થી તે આ સિટકોમ શોમાં જોવા મળી નથી, તેમજ તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી. પબ્લિક પ્લેસ પર પણ દિશા ખૂબ જ ઓછી દેખાય છે.

4/6Disha Vakani, TMKOC, Dayaben  (2)

એવામાં બે બાળકોની માતા બની ચૂકેલી દિશાની એક ઝલક મેળવવા માટે ફેન્સ આતુર રહે છે. ઇન્સ્ટા પર દિશાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પરિવાર સાથે જોવા મળી રહી છે.

5/6Disha Vakani, TMKOC, Dayaben  (3)

દિશા તેના પતિ અને બંને બાળકો સાથે મંદિરમાં છે. તે શિવની ભક્તિમાં લીન છે અને આ કપલ શિવલિંગની આરાધના કરતું જોવા મળ્યું હતું. દિશાએ ખોળામાં પોતાના વહાલા પુત્રને પકડ્યો છે. પરિવારના અન્ય સભ્યો પણ નજર આવી રહ્યા છે. દિશા પતિ સાથે વાત કરી રહી છે અને પતિ-પત્ની બંને ભક્તિમાં ડૂબેલા છે.

6/6Disha Vakani, TMKOC, Dayaben  (4)

દિશાના પુત્ર અને પુત્રીની ઝલક જોયા બાદ ફેન્સે ખુશી વ્યક્ત કરી છે. કોમેન્ટ બોક્સમાં યુઝર્સે દિશાની પરફેક્ટ ફેમિલીને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા છે.

Gallery Ads