
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. દરેક ભારતીય જેની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ આખરે આવી ગઈ. રવિવારે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત ODI વર્લ્ડ કપ જીત્યો. આ જીતથી દેશભરમાં ઉજવણીનો માહોલ છે. છોકરીઓને દરેક ક્ષેત્રે અભિનંદન મળી રહ્યા છે. બોલીવુડ કેવી રીતે પાછળ રહી શકે? ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ આ જીતની ઉજવણી કરી રહી છે. અભિષેક બચ્ચન, અજય દેવગણ, અને અનુષ્કા શર્માએ પણ ભારતીય મહિલા ટીમને વિશ્વ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

બોલીવુડ સ્ટાર અભિષેક બચ્ચને પોતાની ખુશી વ્યકત કરી હતી અને મહિલા ક્રિકેટ ટીમને શુભકામનાઓ પાઠવી હતી તેણે એક્સ પર અભિષેક બચ્ચને ભારતીય ટીમને વિશ્વ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન આપ્યા.

રિતેશ દેશમુખે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા હતા અને લખ્યું હતું આ જીત આગળની જનરેશન માટે પ્રેરણાદાયી બનશે.

મહિલા ક્રિકેટ ટીમની જીતથી બધા ખુશ છે, બોલીવુડ સ્ટાર અર્જુન કપૂરે સોસિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્ટસ્ટાગ્રામ પર મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા હતા.

ભારતીય મહિલા ક્રિકેટ માટેનો પહેલો વર્લ્ડ કપ, કેટલો અદ્ભુત સિદ્ધિ છે, બોલીવુડ અભિનેત્રી શર્વરીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા હતા.

તૃપ્તિ ડિમરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા હતા.

અનુષ્કા શર્મા, જે વિદેશમાં તેના પરિવાર સાથે રહે છે, તે પણ ફાઇનલ મેચ જોઈ રહી હતી. વિજય પછી, તેણે એક સ્ટોરી શેર કરી, વિશ્વના ચેમ્પિયન્સ, સુપર મહિલાઓએ ઇતિહાસ રચ્યો છે. તમને પ્રેમ છોકરીઓ.

અજય દેવગણે લખ્યું, આપણે આ રાત ક્યારેય ભૂલીશું નહીં. આભાર, ચેમ્પિયન્સ. આ ટીમે દુનિયાને બતાવ્યું કે શ્રદ્ધા શું કરી શકે છે. વરુણ ધવન પણ એક મોટો ક્રિકેટ ફેન છે, જે દરેક મેચમાં ભારતને સપોર્ટ આપે છે. તેણે મહિલા ટીમની જીતની ઉજવણી પણ કરી. અભિનેતાએ લખ્યું, ગર્વિત ભારતીય, ગર્વિત ક્રિકેટ ફેન. અમારા હીરો.