
બોલીવુડની ઘણી એવી અભિનેત્રીઓ છે જે બીજા ધર્મમાં લગ્ન કરી ચૂકી છે. આમાં સોનાક્ષી સિન્હાથી લઈને કરીના કપૂર સુધીની અભિનેત્રીઓ સામેલ છે. જો કે શરૂઆતમાં આ અભિનેત્રીઓને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે દરેક લોકો તેમની લવ સ્ટોરીના ઉદાહરણ આપે છે. જાણો કે લિસ્ટમાં કોનું-કોનું નામ સામેલ છે?

બોલીવુડની પૂ એટલે કે કરીના કપૂરનું નામ પણ આ લિસ્ટમાં છે. એક્ટ્રેસે 16 ઓક્ટોબર 2012ના રોજ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ પણ કરી ચૂક્યા હતા.

સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે 6 જાન્યુઆરી વર્ષ 2023ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ તેમણે આ લગ્નને ઓફિશિયલ કર્યા અને પૂરા રીતિ-રિવાજ સાથે પરિવારની હાજરીમાં ફરીથી લગ્ન કર્યા.

સોનાક્ષી સિંહાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસે એક્ટર ઝહીર ઇકબાલ સાથે 23 જૂન 2024ના રોજ લગ્ન કર્યા હતા. સોનાક્ષી અને ઝહીરે એક પ્રાઇવેટ સેરેમનીમાં પોતાના પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. હવે બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજાના પ્રેન્ક વીડિયો શેર કરે છે.

મલાઈકા અરોરાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે 1998માં મલાઈકા અરોરાએ લગ્ન કર્યા હતા. 18 વર્ષના પરિણીત જીવન બાદ વર્ષ 2017માં બંનેએ છૂટાછેડા પણ લઈ લીધા હતા.

હીના ખાને ગયા વર્ષે 4 જૂનના રોજ બીજા ધર્મમાં લગ્ન કર્યા. એક્ટ્રેસે પોતાના હિન્દુ બોયફ્રેન્ડ રોકી જાયસ્વાલ સાથે પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પણ પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી, જે ફેન્સને ખૂબ પસંદ આવી હતી.

રિચા ચઢ્ઢા પણ બીજા ધર્મમાં લગ્ન કર્યા છે. એક્ટ્રેસે વર્ષ 2020માં એક્ટર અલી ફઝલ સાથે કાયદાકીય રીતે (કોર્ટ મેરેજ) લગ્ન કર્યા હતા, ત્યારબાદ ઓક્ટોબર 2022માં બંનેએ એક ભવ્ય સમારોહમાં પરિવારની હાજરીમાં લગ્ન કર્યા.

ટીવીની જાણીતી એક્ટ્રેસ દીપિકા કક્કડે પણ બીજા ધર્મમાં લગ્ન કર્યા છે. એક્ટ્રેસે વર્ષ 2018માં પોતાના કો-સ્ટાર શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા હતા. શોએબ સાથે લગ્ન કરીને દીપિકાને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેણે ટ્રોલિંગને ઇગ્નોર કરીને શોએબ સાથે પોતાનો સંબંધ વધુ મજબૂત બનાવી લીધો છે.