
ધર્મેન્દ્રના નિધન બાદ પત્ની હેમામાલિની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પતિ ગુમાવવાનું દર્દ પોસ્ટમાં છલકાયું. હેમામાલિની ભાવુક થઈ ગઈ. સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્ર સાથે વિતાવેલા ક્ષણની ખાસ તસવીરો શેર કરી. ફેન્સ પણ હેમામાલિની આ પીડા જોઈ ભારે દુઃખી થયા. જણાવી દઈએ કે અભિનેતા ધર્મેન્દ્રની આજે મુંબઈમાં પ્રાર્થના સભા છે. ધર્મેન્દ્રનું નિધન સોમવાર, 24 નવેમ્બરના રોજ થયું હતું. તેમણે 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના નિધનથી સમગ્ર બોલિવૂડ ઉદ્યોગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ધર્મેન્દ્રની આજે મુંબઈમાં પ્રાર્થના સભા છે. હેમામાલિની ધરમજીને યાદ કરી ભાવુક થઈ. સોશિયલ મીડિયામાં ધરમજી સાથે વિતાવેલ સુંદર ક્ષણની તસવીરો શેર કરી. આ જોઈ ફેન્સનું દિલ પણ ભરાઈ આવ્યું.

હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથેના તેમના પ્રેમાળ સંબંધો દર્શાવતી અનેક તસવીરો શેર કરી છે. ધરમજીની બર્થડેની ઉજવણી અને પુત્રીના લગ્ન પ્રસંગની ઉજવણીની આ તસવીરો છે. ધર્મેન્દ્ર અને હેમા માલિની વચ્ચેનો પ્રેમ દેખાઈ આવે છે.

ધર્મેન્દ્રનો તેમની પત્ની હેમા અને તેમની બે પુત્રીઓ સાથે પ્રેમભર્યો સંબંધ દેખાય છે. આ ફોટામાં ધર્મેન્દ્ર તેમની પત્ની હેમા અને તેમની બે પુત્રીઓ, એશા અને આહના સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ આ કૌટુંબિક ફોટોની સુંદર તસવીરો જોઈ ફેન્સ પણ રડી પડ્યા છે.

મીડીયામાં અહેવાલ છે કે હેમા માલિનીને તેમના અંતિમ ક્ષણો દરમિયાન ધર્મેન્દ્રને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ અહેવાલો સામે આવતા જ સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. આખરે સત્યતા શું છે તે હેમા અને તેમની પુત્રીઓ જ કહી શકે છે.

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાન સાથે ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ રોમેન્ટીક જોડી હવે તૂટી ગઈ છે. હેમા માલિની અને ધર્મેન્દ્ર વચ્ચેનો ઊંડો પ્રેમ ફક્ત બોલિવૂડ અને ભારત જ નહીં દુનિયાભરમાં જાણીતો છે. હેમામાલિની પોસ્ટ પર યુઝર્સ તેને સાંત્વના આપી રહ્યા છે.