800 કરોડના રોયલ પેલેસમાં રજાઓ માણી રહી છે આ ફેમસ હિરોઈન, 10 વર્ષ મોટા હીરો સાથે કર્યા લગ્ન

કરીના કપૂર હાલમાં વેકેશન પર છે અને પટૌડી પેલેસમાં આનંદ માણતી જોવા મળી છે. કરીનાએ પોતે પણ તેના કેટલાક ફોટા શેર કર્યા છે.

કપૂર અને પટૌડી ખાનદાનનો જાદુ!

1/5Kareena Kapoor, Pataudi Palace (5)

કરીના કપૂર બોલીવુડની એ જૂજ અભિનેત્રીઓમાંની એક છે જે પોતાના દમ પર ફિલ્મ હિટ કરાવવાનું સ્ટારડમ ધરાવે છે. સતત ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ફેન્સના દિલમાં સ્થાન બનાવનારી કરીના હાલ વેકેશન પર છે. કરીનાએ તેના વેકેશનની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં કરીના તેના 800 કરોડના રોયલ પેલેસમાં કુણા તડકાનો આનંદ લેતી જોવા મળી રહી છે. આ પેલેસનું નામ પટૌડી પેલેસ છે જે હરિયાણાના ગુરુગ્રામમાં આવેલો છે.

2/5Kareena Kapoor, Pataudi Palace (1)

કરીનાએ આજે શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે તેના પરિવાર સાથે પટૌડી પેલેસમાં હાજર છે. આ પેલેસ પટૌડી ખાનદાનનો છે જેઓ ભોપાલ રિયાસતના રાજા હતા. કરીનાએ પોતાની ઉંમર કરતા 10 વર્ષ મોટા અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. બંને વચ્ચે ઘણો પ્રેમ છે અને તેમને બે બાળકો પણ છે. કરીના અવારનવાર તેના પતિ સાથે હોલિડેની તસવીરો શેર કરતી રહે છે.

3/5Kareena Kapoor, Pataudi Palace (2)

પટૌડી પેલેસની સ્ટોરી વર્ષ 1935માં શરૂ થઈ હતી જ્યારે તેને ભોપાલના નવાબે બનાવડાવ્યો હતો. આ પેલેસને ઇબ્રાહિમ કોઠી તરીકે પણ ઓળખવામાં આવે છે. 10 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ પેલેસની હાલની અંદાજિત કિંમત 800 કરોડ રૂપિયાથી વધુ છે. હાલમાં સૈફ અલી ખાન તેના માલિક છે અને આજે પણ તેમનો પરિવાર અહીં વેકેશન માણતો જોવા મળે છે.

4/5Kareena Kapoor, Pataudi Palace (3)

આ પેલેસ બ્રિટિશ આર્કિટેક્ટ રોબર્ટ ટૉર રસેલે બનાવ્યો હતો જેમાં આશરે 150 રૂમ છે. આ પેલેસમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થઈ ચૂક્યું છે. જેમાં વીર ઝારા, મંગલ પાંડે અને એનિમલ જેવી લોકપ્રિય ફિલ્મો સામેલ છે. તમામ સુવિધાઓથી સજ્જ આ પેલેસ અવારનવાર કરીના અને સૈફ અલી ખાનના સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

5/5Kareena Kapoor, Pataudi Palace (4)

વીતેલા દિવસોમાં કરીના કપૂરે તેના પરિવાર સાથે અહીં વેકેશનનો આનંદ લીધો હતો અને તેના બાળકોની તસવીરો પણ શેર કરી હતી. હવે ફરી એકવાર કરીનાએ અહીંની તસવીર શેર કરી છે જેના પર ચાહકોએ પણ પ્રેમ વરસાવ્યો છે. લોકોએ કોમેન્ટ સેક્શનમાં કરીનાની સુંદરતાના પણ વખાણ કર્યા છે.

Gallery Ads