
વિકી કૌશલ અને કેટરિના કૈફ માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ એક પુત્રને જન્મ આપ્યો છે. વિકી અને કેટરિનાએ તેમના પુત્ર સાથેના ફોટા શેર કર્યા નથી, પરંતુ કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. કેટરિના કૈફને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે ઘરે પાછી ફરી હતી. તેણે હજુ સુધી ચાહકોને પોતાનું બાળક બતાવ્યું નથી.

વિકી કૌશલે 7 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે પિતા બનવાની જાહેરાત કરી હતી. કેટરિનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.

પરિવારમાં જુનિયર કૌશલના આગમનથી બધા ખૂબ જ ખુશ છે. વિકી અને કેટરિનાએ તેમના પુત્રની એક ઝલક પણ દેખાડી નથી, પરંતુ તેની સાથેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

બાળક સાથે કેટરિના અને વિક્કીના વાયરલ ફોટા AI છે. આ ફોટા જોઈને ઉેન્સ મૂંઝવણમાં છે કે આ ફોટા ક્યાંથી આવ્યા, પરંતુ તેઓ તેમના પર પ્રેમનો વરસાદ પણ વરસાવી રહ્યા છે.

જુનિયર કૌશલનો તેની દાદી, માતા અને પિતા સાથેનો એક સુંદર ફોટો વાયરલ થઈ રહ્યો છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફોટા નકલી છે. વિકી કે કેટરિનાએ હજુ સુધી બાળક સાથેનો કોઈ ફોટો શેર કર્યો નથી.

સપ્ટેમ્બરમાં, કેટરિના અને વિકીએ એક સુંદર ફોટો શેર કરીને તેમની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. આ ફોટામાં, વિકી કેટરિનાના બેબી બમ્પને પકડી રાખતો જોવા મળ્યો હતો.