લવ મેરેજનો આવ્યો અંત! આ ફેમસ એક્ટરે 11 વર્ષ બાદ લીધા ડિવોર્સ, પત્નીએ કહ્યું- 'હવે મને હસવાની મંજૂરી છે!

ટીવી એક્ટર કૃપ કપૂર સૂરીએ 11 વર્ષના લગ્નજીવન બાદ પત્ની સિમરન કૌર સાથે છૂટાછેડા લીધા છે. હાલ એક્ટર પોતાની 5 વર્ષની દીકરી રે કપૂર સૂરીની સંભાળ લઈ રહ્યા છે.

કૃપ કપૂર સૂરી

1/5Krrip Kapur Suri Actor

સ્ટાર પ્લસના પોપ્યુલર શો ઉડને કી આશા દ્વારા ઓળખ મેળવનારા કૃપ કપૂર સૂરી કોઈ ઓળખના મોહતાજ નથી. હાલ કૃપ પોતાની પ્રોફેશનલ નહીં પરંતુ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. ઉડને કી આશાથી ઘર-ઘરમાં ઓળખ બનાવનાર કૃપ કપૂર સૂરી હાલમાં પોતાની વ્યક્તિગત જિંદગીમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક્ટરે પોતાની પત્ની સિમરન કૌર સાથે 11 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લીધા છે.







2/5Krrip Kapur Suri (1)

એક રિપોર્ટ મુજબ કૃપ અને સિમરન વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા, જેના કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. કૃપ અને સિમરનના લગ્ન 6 ડિસેમ્બર 2014ના રોજ થયા હતા. વર્ષ 2020માં બંનેએ દીકરીનું સ્વાગત કર્યું હતું, જેનું નામ રે કપૂર સૂરી રાખવામાં આવ્યું હતું.

3/5Krrip Kapur Suri (2)

રિપોર્ટ મુજબ હાલ કૃપ પોતાની દીકરીની દેખભાળ કરી રહ્યા છે. એટલું જ નહીં, બંને લાંબા સમયથી અલગ રહી રહ્યા હતા અને હવે તેમણે ઓફિશિયલ રીતે છૂટાછેડા લઈ લીધા છે. રિપોર્ટ અનુસાર, સિમરન કૌરે 1 જાન્યુઆરી 2026ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કૃપ કપૂર સૂરી સાથેના છૂટાછેડાની જાહેરાત કરી હતી.

4/5Krrip Kapur Suri Divorce

પોસ્ટમાં કૃપને ટૅગ કરતાં સિમરને લખ્યું હતું, તમારાથી અલગ થવું મારી નબળાઈ નથી. પોતાની જાત પ્રત્યે સચ્ચાઈ રાખવી એ મારી હિંમત હતી. મને ફરીથી શરૂઆત કરવાની મંજૂરી છે. ગિલ્ટ વિના સ્મિત કરવાની છૂટ છે.મારી દીકરી રેને મજબૂતીથી પકડીને, પોતાને વધુ નજીકથી સમજીને. આ લવ મેરેજનો અધ્યાય ગૌરવ સાથે પૂર્ણ થયો.

5/5Krrip Kapur Suri (4)

કૃપ અને સિમરનના છૂટાછેડાના સમાચારથી તેમના ફેન્સ ચોંકી ગયા છે, કારણ કે બંનેને ટીવીના સૌથી ક્યુટ કપલ્સમાં ગણવામાં આવતા હતા. બંનેને અવારનવાર સાથે પાર્ટી કરતા અને વેકેશન એન્જોય કરતા પણ જોવામાં આવતા હતા.

Gallery Ads