બોલીવુડ અભિનેત્રી અને ‘મર્દાની 3’ ફિલ્મની જાણીતી અભિનેત્રી રાણી મુખર્જીએ મુંબઈ પોલીસની ગોરેગાંવ યુનિટની કેનાઈન સ્કવૉડ સાથે ખાસ મુલાકાત કરી. રાણી મુખર્જીએ પોતાનો બપોરનો સમય પ્રશિક્ષિત પોલીસ ડોગ્સ સાથે વિતાવ્યો અને જટિલ ગુનાહિત કેસો ઉકેલવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાણકારી મેળવી.

આ મુલાકાત દરમિયાન રાણી મુખર્જીએ જણાવ્યું કે પોલીસ ડોગ સ્ક્વોડ વગર ઘણા કેસો ઉકેલવા અશક્ય બની જાય છે. તેમણે કહ્યું, “ડોગ સ્કવૉડ પોલીસ દળ માટે અત્યંત જરૂરી છે. ઘણા એવા કેસો હોય છે જે તેમની મદદ વિના સોલ્વ થઈ શકતા નથી. ‘મર્દાની 3’ના પ્રચાર દરમિયાન હું દેશભરની પોલીસ ફોર્સને સલામ કરી રહી છું, જે દિવસ-રાત આપણું રક્ષણ કરવા અવિરત મહેનત કરે છે.”

રાણીએ વધુમાં ઉમેર્યું કે ‘મર્દાની’ સિરીઝમાં એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવી તેમના માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું, “આજની આ પ્રવૃત્તિ દ્વારા અમે લોકો સુધી એ સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે ડોગ સ્કવૉડ કેટલી અમૂલ્ય છે. ‘મર્દાની 3’માં પણ જ્યારે હું અપહૃત બે બાળકીના કેસને ઉકેલવાનો પ્રયાસ કરું છું, ત્યારે મારા સાથે એક કેનાઈન સાથી પણ નજરે પડે છે.”

તમને જણાવી દઈએ કે બોક્સ ઓફિસ પર ‘મર્દાની 3’નું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. ફિલ્મે બીજા દિવસે 50 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે.

દેશભરના દર્શકો તરફથી મળેલા ભરપૂર પ્રેમને કારણે માત્ર બે દિવસમાં ફિલ્મે 10 કરોડ રૂપિયાની કુલ કમાણી કરી છે. મજબૂત સામાજિક સંદેશ સાથે ‘મર્દાની 3’ હવે દર્શકો માટે એક મસ્ટ-વોચ ફિલ્મ બની ગઈ છે.