સૂરોના શહેનશાહ મોહમ્દ રફીએ હજ કર્યા બાદ ખરખેર ગીત ગાવાનું બંધ કર્યું, જાણો હકીકત

બોલીવુડમાં મોહમ્મદ રફી નામને વધુ કોઈ ઓળખની જરૂર નથી. મોહમ્મદ રફી ફક્ત ઇન્ડસ્ટ્રીમાં જ નહીં વિદેશમાં પણ તેમના સૂરીલા ગીતોને લઈને લોકપ્રિય છે

બોલીવુડના ફેમસ ગાયક રફી સાહેબ

1/7ફેમસ ગાયક મોહમ્દ રફી

બોલીવુડમાં મોહમ્મદ રફી નામને વધુ કોઈ ઓળખની જરૂર નથી. મોહમ્મદ રફી ફક્ત ઇન્ડસ્ટ્રીમાં જ નહીં વિદેશમાં પણ તેમના સૂરીલા ગીતોને લઈને લોકપ્રિય છે. આજે મોહમ્મદ રફી સાહેબનો જન્મદિવસ છે. બોલીવુડના દિગ્ગજ ગાયક રફી સાહેબના અનેક ગીતો લોકપ્રિય થયા છે. આજે તેમના મધુર ગીતો અનેક શોમાં ગવાય છે.  ત્યારે ખરેખર જાણીએ શું મોહમ્મદ રફીએ હજ કર્યા પછી ગાવાનું છોડી દીધું હતું.

2/7શૂરોના શહેનશાહ

ગાયન જગતના સુપરસ્ટાર મોહમ્મદ રફીના ગીતો હજુ પણ લોકોના હૃદયમાં જીવંત છે. તેમણે પોતાની કારકિર્દીમાં 7,000 થી વધુ ગીતો ગાયા, જેને એટલો અપાર પ્રેમ મળ્યો કે રફી સાહેબ હંમેશા લોકોના હૃદયમાં રહ્યા.

3/7મોહમ્મદ રફીએ ગીત ગાવાનું છોડયું

રફી સાહેબનો જન્મ 24 ડિસેમ્બર, 1924ના રોજ લાહોર (હવે પાકિસ્તાનનો ભાગ) માં થયો હતો. 1944માં, તેઓ મુંબઈ ગયા અને ત્યાં સ્થાયી થયા. આજે તેમની 101મી જન્મજયંતિ છે.

4/7મોહમ્દ રફી

એવું કહેવાય છે કે હજારો ગીતોને પોતાના અવાજથી અમર બનાવનારા મોહમ્મદ રફીએ હજ કર્યા પછી ગાવાનું બંધ કરી દીધું હતું. પણ શું આ ખરેખર સાચું છે? તેમના પુત્ર શાહિદ રફીએ એક વખત સત્યનો ખુલાસો કર્યો હતો.

5/7ભારતના ફેમસ સિંગર મોહમ્મદ રફી

1970ની આસપાસ મોહમ્મદ રફી હજ યાત્રા પર ગયા હતા. એવું કહેવાય છે કે ત્યાંના એક મૌલાનાએ તેમને કહ્યું હતું કે સંગીતમાં તેમનું કામ ગંભીર પાપો તરફ દોરી જશે. આનાથી રફી સાહેબ ખૂબ ડરી ગયા. તેમણે ગાવાનું છોડી દીધું.

6/7ભારતના ગાયક

આ વિશે એક મીડિયા સાથે વાત કરતાં તેમના પુત્ર શાહિદ રફીએ કહ્યું, "હા, એ સાચું છે. તેમણે ગાવાનું બંધ કરી દીધું હતું. જોકે, સદભાગ્યે, થોડા સમય પછી, તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ગાવામાં પાછા ફર્યા. તેમના પુત્રના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે મોહમ્મદ રફીએ ખરેખર ગાવાનું છોડી દીધું હતું.

7/7ગાયક રફી

પરંતુ તેઓ લાંબા સમય સુધી તેનાથી દૂર રહી શક્યા નહીં અને તેમણે ફરીથી પોતાના અવાજથી ગીતોને અમર બનાવવાનું શરૂ કર્યું. 31 જુલાઈ, 1980 ના રોજ, 55 વર્ષની વયે, મોહમ્મદ રફીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેઓ ભલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતો આજે પણ ગુંજી ઉઠે છે.

Gallery Ads