
નોરા ફતેહી હંમેશા તેના ફેશન સેન્સ અને ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે હાલમાં તેના લુકથી બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. સ્ટાઈલિશ અંદાજ અને ફુગ્ગા જેવું સ્કર્ટ લોકોને ખુબ જ પસંદ આવ્યું છે.

ગ્લોબલ સ્ટાર નોરા ફતેહીએ હાલમાં યો-યો હની સિંહ અને બાદશાહ સાથે હિટ સોંગ ગાયા છે. તેણીએ બાદશાહના "ઓ મામા તિત્તમ્મા" અને યો-યો હની સિંહના "આઈ એમ સો રિચ" ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે જે બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યા છે. પરંતુ આ વખતે નોરાએ તેના અનોખા અને ગ્લેમરસ અંદાજે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

નોરા હાલમાં દુબઈમાં છે જ્યાં તેણીએ ડિઝાઇનર રાહુલ મિશ્રાના ડેબ્યૂ શોમાં હાજરી આપી હતી. તેણીએ બલૂન આકારના સ્કર્ટ સાથે રેડ ઓફ-ધ-શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો અને ચેકર્ડ સ્કિન-ટાઈટ જેકેટ પહેર્યું હતું. આ લુક સંપૂર્ણપણે અલગ અને સ્ટાઇલિશ હતો. તેના વાળને એક અનોખી રીતે સ્ટાઇલ કરવામાં આવ્યા હતા.

નોરાએ આ લુકના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફેન્સ તેના વખાણ કર્યા વગર રહી શક્યા નહીં. એક યુઝરે લખ્યું હતું કે, વાહ... તું ઢીંગલી જેવી લાગે છે. તો બીજાએ કહ્યું કે, રાજકુમારી, તું હંમેશા તારા સુંદર અને મનમોહક ફોટાઓથી ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવી દે છે.

નોરા ફતેહી હંમેશા તેના ફેશન સેન્સ અને ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. આ લુક તેના ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટેજ પર હોય કે સોશિયલ મીડિયા પર નોરા હંમેશા તેના લુકથી બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. ફેન્સ તેના આગામી સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને બોલીવુડ પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.