નોરા ફતેહી તેના આગામી મ્યુઝિક આલ્બમમાં તાંઝાનિયન સિંગર રેવન્ની સાથે જોવા મળશે. હાલમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના નવા ગીત 'ઓહ મામા ટેટેમા'નું એક નાનું ટીઝર અને ફોટોઝ શેર કર્યા છે.

નોરા ફતેહી તેના આગામી મ્યુઝિક આલ્બમમાં તાંઝાનિયન સિંગર રેવન્ની સાથે જોવા મળશે. હાલમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના નવા ગીત 'ઓહ મામા ટેટેમા'નું એક નાનું ટીઝર અને ફોટોઝ શેર કર્યા છે.

ગ્લોબલ સ્ટાર નોરા ફતેહીએ પોતાના આગામી ગીત 'ઓહ મામા ટેટેમા'નો અદભુત ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. હાઇ-એનર્જી પોસ્ટરમાં નોરા ફતેહી આંતરરાષ્ટ્રીય કલાકાર રેવન્ની સાથે એક મજબૂત અને દેશી ગ્લેમરમાં જોવા મળે છે. આ આફ્રિકન-ભારતીય ફ્યુઝન એક સંગીતમય અને દ્રશ્ય અનુભવ બનવા માટે તૈયાર છે જે 9 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

નોરાએ પોતાની પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, આપણા આગામી સમર બેંગર 'ઓહ મામા ટટેમાં'ની પહેલી ઝલક??? ?? #OMTપ્રી-સેવ લિંક મારા બાયોમાં છે!

આફ્રિકન-બોંગો મૂળ માટે જાણીતા રેવન્ની આ ગીતમાં પોતાનો વૈશ્વિક સ્વેગ ઉમેરે છે, જે આ ગીતને એક અદભુત દ્રશ્ય અને સંગીતમય સંયોજન બનાવે છે. આ ગીતમાં નોરા સાથે શ્રેયા ઘોષાલનો મધુર અવાજ પણ છે જે ગીતમાં ભારતીય સ્પર્શ ઉમેરે છે.

નોરા ફતેહીના આ લુકની ફેન્સ પ્રેશંસા કરી રહ્યા છે અને તેની પોસ્ટ પર ઉગ્ર કમેન્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે,