
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનસે ફરી એકવાર પોતાના ફેન્સને ઈમોશનલ કરી દીધા છે. આજે તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે પોતાની જિંદગીની સિદ્ધિઓને યાદ કરતા આખી સફર બતાવી છે. તેણે કેપ્શનમાં લખ્યું, કંઈક આવો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ તસવીરોમાં તેણે બાળપણના સપનાઓથી લઈને મિસ વર્લ્ડ બનવા સુધી, અને પછી ઇન્ટરનેશનલ સ્ટાર, બિઝનેસવુમન અને માતા બનવા સુધીની સફર સુંદર રીતે રજૂ કરી છે.

આ ફોટોમાં તેણે જણાવ્યું કે તે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અલગ-અલગ દેશોમાં કામ કરી રહી છે. બાળપણમાં તેના માટે વિદેશ જવું એ જ મોટી વાત હતી, પરંતુ આજે તે તેની જિંદગીનો ભાગ બની ગયું છે.

પ્રિયંકાએ લખ્યું કે હવે તે માત્ર ફિલ્મોમાં એક્ટિંગ જ નથી કરતી, પરંતુ પોતે ફિલ્મો પ્રોડ્યુસ પણ કરે છે. તેના માટે આ એક મોટો બદલાવ અને મોટી સિદ્ધિ છે.

તેણે પોતાની ટ્રાવેલ લાઈફ વિશે જણાવ્યું કે હવે તે એટલી મુસાફરી કરે છે કે તેને 'જેટ લેગ' પણ અનુભવાતો નથી. બાળપણમાં નાની ટ્રિપ પછી પણ થાક લાગતો હતો, પરંતુ હવે સફર તેની લાઈફસ્ટાઈલનો હિસ્સો બની ગઈ છે.

પાંચમી ફોટોમાં તેણે પોતાના પુસ્તક 'અનફિનિશ્ડ' (Unfinished) વિશે જણાવ્યું કે તેને લખવું સરળ નહોતું અને તેમાં બે વર્ષ લાગ્યા હતા. આ તેના જીવનનું એક ખાસ પ્રકરણ છે, જેને પૂરું કરવું તેના માટે ગર્વની વાત છે.

આ તસવીરમાં પ્રિયંકાએ બિઝનેસની દુનિયામાં એન્ટ્રીની વાત કરી અને જણાવ્યું કે આજે તે પોતાના શોખ અને પસંદગીને બિઝનેસમાં બદલી રહી છે. તેના કરિયરનો આ એક નવો અને અલગ અનુભવ છે.

આ ફોટોમાં તેણે માતા બનવાની લાગણીઓ શેર કરી છે. તેણે પોતાની પુત્રી માલતીને પ્યારી અને જિજ્ઞાસુ ગણાવી છે. માતા બન્યા પછી તેની જિંદગીમાં નવી ખુશીઓ અને જવાબદારીઓ આવી છે, જે તેને વધુ મજબૂત બનાવે છે.

છેલ્લી તસવીરમાં તેણે પોતાના પરિવાર વિશે જણાવ્યું કે પતિ નિક જોનસ અને પુત્રી સાથે તેની જિંદગી હવે પૂર્ણ લાગે છે. તેનો પરિવાર જ તેની સૌથી મોટી તાકાત અને ખુશીનું કારણ છે.
