બોર્ડર 2ના તોફાન સામે રાની મુખર્જીની મર્દાની 3 હાંફી ગઈ! જાણો લેટેસ્ટ કલેક્શન

રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 3 રિલીઝના આઠમા દિવસે પણ બોક્સ ઓફિસ પર ટકી રહી છે. તો બીજી તરફ, સની દેઓલની બોર્ડર 2 રિલીઝના 15મા દિવસે પણ સારું કલેક્શન કરી રહી છે.

મર્દાની 3 vs બોર્ડર 2

1/5Sunny Deol's Border 2

સની દેઓલ સ્ટારર ફિલ્મ બોર્ડર 2 23 જાન્યુઆરીએ વર્લ્ડવાઇડ રિલીઝ થઈ હતી. જ્યારે તેના એક અઠવાડિયા બાદ એટલે કે 30 ફેબ્રુઆરીએ મર્દાની 3 રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો માટે અલગ-અલગ પ્રકારની ઓડિયન્સનો ક્રેઝ જોવા મળ્યો હતો. બંને ફિલ્મો વચ્ચે કડક ટક્કર પણ જોવા મળી. રાની મુખર્જી અને સની દેઓલ બન્નેનો ફેન બેઝ મજબૂત છે, તેથી તેની વચ્ચેની આ કાંટેની ટક્કર જોવામાં પણ ઘણો આનંદ આવી રહ્યો છે.

2/5Sunny Deol's Border 2 (1)

રાની મુખર્જીની આ ફિલ્મે રિલીઝના આઠમા દિવસે એટલે કે તેના બીજા શુક્રવારે રાતે 8 વાગ્યા સુધી 1.13 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. સેકનિક અનુસાર હવે આ ફિલ્મનું કુલ કલેક્શન 27.43 લાખ રૂપિયા થઈ ગયું છે. જો ફિલ્મના પહેલા અઠવાડિયાની વાત કરીએ તો સેકનિક મુજબ ફિલ્મે પહેલા અઠવાડિયામાં કુલ 26.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

3/5Sunny Deol's Border 2 (2)

સની દેઓલની ફિલ્મ બોર્ડર 2ને રિલીઝ થયા હવે પૂરા 15 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે 15મા દિવસે સેકનિક મુજબ રાતે 8 વાગ્યા સુધી 1.95 કરોડ રૂપિયાનું બિઝનેસ કર્યું છે, જે મર્દાની 3ની આસપાસ જ છે.

4/5Sunny Deol's Border 2 (3)

બોર્ડર 2નું બીજા અઠવાડિયાનું કુલ કલેક્શન 70.15 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે કુલ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 15 દિવસમાં કુલ 296.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

5/5Sunny Deol's Border 2 (4)

રાની મુખર્જીની ક્રાઇમ ડ્રામા થ્રિલર ફિલ્મ તેના બીજા શુક્રવારે સારું કલેક્શન કરી રહી છે. આખા અઠવાડિયાના ડેટા પર નજર કરીએ તો ફિલ્મે સારી કમાણી કરી છે. બીજી તરફ બોર્ડર 2ના ત્રીજા શુક્રવારનું અત્યાર સુધીનું કલેક્શન મર્દાની 3 કરતા થોડું વધારે છે, પરંતુ આસપાસ જ છે. બંને ફિલ્મો વચ્ચે કાંટેની ટક્કર ચાલી રહી છે, જેમાં બંને જ ફિલ્મો હાર માનવા તૈયાર નથી.

Gallery Ads