
ટીવી અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ સરગુન મહેતા આજે પોતાની એક્ટિંગની સાથે-સાથે લક્ઝરી લાઇફસ્ટાઇલ માટે પણ ચર્ચામાં રહે છે. કરોડોની નેટવર્થ, મોંઘી કાર્સ અને આલીશાન ઘરની માલિક બનેલી સરગુને પોતાની મહેનતના બળે સફળતાનું શિખર સર કર્યું છે. એક્ટિંગ ઉપરાંત પ્રોડક્શન અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ તેઓ કરોડોની કમાણી કરે છે.

લક્ઝરી ગાડીઓની માલિક સરગુન મહેતાને ગાડીઓનો પણ ભારે શોખ છે. તેનું ગાડીઓનું કલેક્શન શાનદાર છે. માહિતી મુજબ એક્ટ્રેસ પાસે BMW X7 છે જેની કિંમત આશરે 1.2 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે 50 લાખ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ સહિત સી-ક્લાસ ગાડીઓ છે.

સરગુન મહેતાએ પોતાના દમ પર માત્ર નામ જ નથી કમાયું, પરંતુ સારી એવી અર્નિંગ પણ કરી છે. પોતાની લગભગ 17 વર્ષની કારકિર્દીમાં તેમણે સારી એવી સંપત્તિ ઊભી કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, સરગુન મહેતા આશરે 84.34 કરોડ રૂપિયાની નેટવર્થની માલિક છે.

સરગુન મહેતા પંજાબી ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે તો નજરે પડે જ છે, આ સિવાય તેઓ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલી ચૂક્યા છે. આનું નામ તેમણે 'ડ્રીમિયાટા એન્ટરટેઇનમેન્ટ' રાખ્યું છે. કલર્સ ટીવીનો પોપ્યુલર શો 'ઉડારિયાં' પણ આ જ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બન્યો છે. સરગુન મહેતાએ પતિ રવિ દુબે સાથે આ શો બનાવવાની સાથે જ આનું લેખન પણ કર્યું છે. માહિતી મુજબ સરગુન મહેતા એક ફિલ્મ માટે આશરે 2 કરોડ સુધીની ફી લે છે. આની સાથે જ તેઓ મ્યુઝિક વીડિયોઝમાં પણ જોવા મળે છે, જેના માટે 10 થી 15 લાખ સુધી ચાર્જ કરે છે. એક્ટ્રેસ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કમાણી કરે છે.

સરગુન મહેતાની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેણે એક્ટર રવિ દુબે સાથે લગ્ન કર્યા છે. બંને ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર કપલમાંથી એક છે. સરગુન મહેતા અને રવિ દુબેનું મુંબઈમાં કરોડોની કિંમતનું એક શાનદાર ઘર પણ છે. જો કે બંને બાંદ્રા વેસ્ટમાં ભાડાના એક ફ્લેટમાં રહે છે અને આ પણ ખૂબ જ લક્ઝરી છે.