Shefali Jariwala: 'ફિટનેસ અદ્ભુત, સ્વિમિંગની શોખીન...',જાણો કેવી હતી અભિનેત્રીની લાઈફસ્ટાઈલ?

એક સમય હતો જ્યારે 'કાંટા લગા' ગીતમાં શેફાલી જરીવાલાની એક ઝલક જોઈને લાખો લોકો તેના ફેન બન્યા હતા. પોતાના નાજુક હાવભાવ, બોલ્ડ આંખો અને અજોડ નૃત્ય શૈલીથી બધાને દિવાના બનાવનાર શેફાલી જરીવાલાનું મૃત્યું થયું છે.


[[$ad]]
[[$googlead]]



[[$alsoread]]

  • Follow us on:

શેફાલી જરીવાલાનું નિધન

1/6Shefali Jariwala

એક સમય હતો જ્યારે 'કાંટા લગા' ગીતમાં શેફાલી જરીવાલાની એક ઝલક જોઈને લાખો લોકો તેના ફેન બન્યા હતા. પોતાના નાજુક હાવભાવ, બોલ્ડ આંખો અને અજોડ નૃત્ય શૈલીથી બધાને દિવાના બનાવનાર શેફાલી જરીવાલાનું મૃત્યું થયું છે.



2/6Shefali Jariwala

શેફાલી એ સેલિબ્રિટીઓમાંની એક હતી જેમનું જીવન ગ્લેમરથી ભરેલું હોવા છતાં સાદગીનું ઉદાહરણ હતું. ટીવીથી લઈને સોશિયલ મીડિયા સુધી તેણીએ તેના દરેક ઝલકમાં સકારાત્મક અને સ્વસ્થ જીવનશૈલીને પ્રેરણા આપી છે. યોગ હોય કે સ્વચ્છ ખાવાનું કે માનસિક સ્વાસ્થ્ય દરેક વિશે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપતી જોવા મળી છે.

3/6Shefali Jariwala

શેફાલી જરીવાલાને સ્વિમિંગની શોખીન હતી. તે ઘણીવાર તેના દિવસનો થોડો સમય કાઢીને સ્વિમિંગ કરવા જતી. સાથે જ શેફાલી જરીવાલાને ખાવાનો ખૂબ શોખ હતો ત્યાર બાદ પણ તે પોતાની ફિટનેસ જાળવી રાખતી હતી. શેફાલીના મનપસંદ ભોજનની વાત કરીએ તો, તેને મિસલ પાવ અને દાળ ચાવલ ખૂબ જ ભાવતા.

4/6Shefali Jariwala

શેફાલી જરીવાલા ખૂબ જ સુંદર હતી. બધા તેની ભૂરી આંખો, સોનેરી વાળ અને ગોરી ત્વચાના દિવાના હતા. મેકઅપ વિના પણ શેફાલીની ત્વચા ખૂબ જ ચમકતી હતી. શેફાલીએ તેની સ્વસ્થ અને ચમકતી ત્વચાનું રહસ્ય પણ જાહેર કર્યું. અભિનેત્રીએ કહ્યું કે તે તેની ત્વચાને સ્વસ્થ રાખવા માટે સ્વચ્છ અને સ્વસ્થ જીવનશૈલી જીવે છે.

5/6Shefali Jariwala

શેફાલી જરીવાલા 42 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ હતી. તેના દિવસની શરૂઆત વર્કઆઉટ્સથી થતી હતી. અભિનેત્રી તેના ઇન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ્સના ફોટા શેર કરતી હતી. સ્ટ્રેચિંગ અને કાર્ડિયો તેના ફિટનેસ રૂટિનનો એક મહત્વપૂર્ણ ભાગ હતો.

6/6Shefali Jariwala

શેફાલી જરીવાલા માત્ર વર્કઆઉટ જ નહીં પણ યોગ પણ કરતી હતી. અભિનેત્રી નટરાજ આસન, વ્યાઘ્રાસન, પદ્માસન, ગોમુખ મુદ્રા કરતી જોવા મળી રહી છે. શેફાલી જરીવાલાએ કહ્યું હતું કે, જીમે મને મારા શરીરમાં પરિવર્તન લાવવામાં મદદ કરી પરંતુ યોગે મારું જીવન બદલી નાખ્યું'.

Gallery Ads