શિલ્પા શેટ્ટી લાલ લહેંગામાં ચમકી, મીરા રાજપૂતનો મિનિમલ લુક રહ્યો હાઈલાઇટ, સેલેબ્સ આ રીતે કરી કરવા ચોથની ઉજવણી

કરવા ચોથ 2025 ના તહેવારો શરૂ થઈ ગયા હોવાથી પૂરજોશમાં છે. મુખ્યત્વે ઉત્તર ભારતમાં ઉજવવામાં આવતો આ તહેવાર ઊંડો ભાવનાત્મક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, જ્યાં મહિલાઓ તેમના પતિના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે ઉપવાસ કરે છે.

બોલીવુડ સેલેબ્સ કરવા ચોથ સેલિબ્રેશન

1/8bollywood celebrities Karwa Chauth look 2025

ફિલ્મ જગતમાં કરવા ચોથનો પ્રેમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. બોલીવુડથી લઈને ટીવી સ્ટાર્સ સુધી, દરેક વ્યક્તિ આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જુઓ બોલીવુડ સેલેબ્સે આ તહેવાર કેવી રીતે ઉજવ્યો.

2/8bollywood celebrities Karwa Chauth look 2025

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સુનિતા અને અનિલ કપૂરના ઘરે કરવા ચોથની ઉજવણીમાં હાજરી આપી હતી. તેણે સુનિતા કપૂર અને રવિના ટંડન સહિત અનેક બોલીવુડ પત્નીઓ સાથે કરવા ચોથની ઉજવણી કરી હતી. શિલ્પા આ પ્રસંગે લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.

3/8bollywood celebrities Karwa Chauth look 2025

આ પ્રસંગે શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરના ફોટા સામે આવ્યા છે. મીરા કપૂરે કરવા ચોથ માટે સુંદર લાલ સાડી પહેરી હતી. તેણે વરુણ ધવનની પત્ની નતાશા અને કપૂર પરિવારની પુત્રવધૂઓ સાથે આ તહેવારની ઉજવણી કરી હતી.

4/8bollywood celebrities Karwa Chauth look 2025

રવિના ટંડને પણ કરવા ચોથની ઉજવણી કરી હતી અને તેને લાલ નહીં પીળા રંગની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી.

5/8bollywood celebrities Karwa Chauth look 2025

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તેના પતિ નિક જોનાસ સાથે કરવા ચોથની ઉજવણી કરી. પ્રિયંકાએ લાલ દુપટ્ટો પહેર્યો હતો. તેણે તેના લુકમાં લાલ બંગડીઓ અને મહેંદી પણ લગાવી હતી.

6/8bollywood celebrities Karwa Chauth look 2025

રકુલ પ્રીત સિંહે કરવા ચોથી ખાસ ઉજવણી કરી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તેણે કરવા ચોથનો લુક ખૂબ જ મિનિમલ રાખ્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

7/8bollywood celebrities Karwa Chauth look 2025

કરવા ચોથની આ ખાસ ઉજવણીમાં મોની રોય એ પણ તેના ફોટા શેર કર્યા હતા. કરવા ચોથ પર મોની રોયે સિમ્પલ સાડી પહેરી હતી જે તેના લુકને ખૂબ જ એલિગેન્ટ બનાવતી હતી. તેમજ તેને મેક-અપ પમ મિનિમલ રાખ્યો હતો.

8/8bollywood celebrities Karwa Chauth look 2025

રીમા જૈન, અલેખા અડવાણી અને કપૂર પરિવારના અન્ય સભ્યો સાથે લાલ સુટમાં આવી હતી. અલેખા તેના પહેલા કરવા ચોથ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાતી હતી અને તેણે હસતાં હસતાં પોઝ આપ્યા હતા. તે ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

Gallery Ads