
શ્વેતા તિવારીએ તેના લેટેસ્ટ ફોટાઓથી ફરી ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. 44 વર્ષની ઉંમરે પણ કોઈ તેની સુંદરતા અને ફિટનેસ પર વિશ્વાસ કરી શકતું નથી. ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન આઉટફિટ સુધી શ્વેતાની સ્ટાઇલ અને ગ્લો દરેક લુકમાં અદ્ભુત લાગે છે.

શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી છે જેની સુંદરતા અને આકર્ષણ સમય સાથે વધી રહ્યું છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર પોતાની નવી તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને તેના હજારો ફેન્સે લાઈક અને કોમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું.

તેણીએ 'કસૌટી જિંદગી કી'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સીરિયલમાં 'પ્રેરણા'નું પાત્ર ભજવીને તે ઘર-ઘરમાં જાણીતી બની હતી. ટીવી સિવાય શ્વેતા ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. તેણીએ ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે બિગ બોસ 4ની વિજેતા પણ રહી છે.

તેણીના લેટેસ્ટ ફોટાઓમાં તેણીનો આધુનિક અને ભવ્ય દેખાવ સ્પષ્ટપણે દેખાય છે. તેણીએ નવા મેકઅપ ટ્રેન્ડ્સ અપનાવ્યા. આ પ્રકારના સાડી લુક માટે શ્વેતા તિવારીની હેરસ્ટાઇલમાં ખુલ્લા રાખ્યા છે જે તેના લુકને એકદમ સુંદર બનાવી રહી છે. સાથે જ તેના લુકને વધુ ગ્લેમરસ બનાવી રહી છે.

તેણીના મેકઅપ અને હેર પ્રમાણે, તેણીએ ઓછામાં ઓછા ઘરેણાં પહેર્યા છે. જેના કારણે તેનો લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ઉંમર ફક્ત એક સંખ્યા છે. શ્વેતા આનું જીવંત ઉદાહરણ છે. 44 વર્ષની ઉંમરે પણ તેની ફિટનેસ 24 વર્ષના યુવાન જેવી છે. તેનો યુવાન દેખાવ તેના ચાહકો માટે પ્રેરણારૂપ છે.

શ્વેતા તિવારીના ફોટો જોઈને ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા કે, દિવસેને દિવસે નાની ઉંમરની લાગી રહી છે તો ઘણા લોકો કહી રહ્યા છે કે, બ્યુટીફુલ, સુંદર અને સો બ્યુટીફુલ.....

શ્વેતા તિવારીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.