તારક મહેતાના બબીતાજી 38 વર્ષના થયા, આ ખાસ વ્યક્તિ સાથે ઉજવ્યો જન્મદિવસ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાએ તેના જન્મદિવસની ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફેન્સ તેના પર પ્રેમની વર્ષા કરી રહ્યા છે.

બબીતા ​​જીએ ઉજવ્યો જન્મદિવસ

1/5Munmun Dutta Birthday Photos

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા હંમેશા તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ ફોટા માટે સમાચારમાં રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેનો જન્મદિવસ ઉજવ્યો છે અને તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 

2/5Munmun Dutta Birthday Photos

સૌથી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ​​જીનો રોલ કરનાર મુનમુન દત્તા 38 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીએ હાલમાં જ તેનો જન્મદિવસ ઉજવ્યો અને જેની ઝલક તેણે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે. તેનો ખુશખુશાલ સ્વભાવ દિલ જીતી રહ્યો છે.

3/5Munmun Dutta Birthday Photos

મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ દુર્ગાપુરમાં થયો હતો. હાલમાં જ મુનમુને તેના જન્મદિવસની ઉજવણીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જ્યાં તે તેની માતા સાથે તેનો જન્મદિવસ ઉજવતી જોવા મળે છે.

4/5Munmun Dutta Birthday Photos

તેના લુક વિશે વાત કરીએ તો, તેણે લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે ગ્લોસી મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે જેમાં તે સુંદર લાગી રહી છે. મુનમુનના કેક પર Moon લખેલુ હતુમ જે ખૂબ જ સુંદર લાગે છે.

5/5Munmun Dutta Birthday Photos

મુનમુનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે અને તેના ચાહકો કોમેન્ટ દ્વારા તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Gallery Ads