જિમ, પૂલ અને ગાર્ડન... અંદરથી આવું દેખાય છે થલાપતિ વિજયનું કરોડો રૂપિયાનું આલીશાન ઘર, જુઓ Inside તસવીરો

અભિનેતામાંથી રાજનેતા બનેલા થલાપતિ વિજય અત્યંત વૈભવી જીવન જીવે છે. ચેન્નાઈમાં તેમનું એક આલીશાન ઘર છે, જેની કિંમત કરોડોમાં છે. તેમનું ઘર કોઈ મહેલથી ઓછું નથી.

હોલીવુડના બંગલાને પણ ટક્કર આપે

1/8Thalapathy Vijay house price  (1)

થલાપતિ વિજયે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માં મોટી જીત મેળવી છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયે પોતાની તમિલગા વેટ્રી કઝગમ (TVK) દ્વારા સમગ્ર રાજ્યમાં ચૂંટણી લડી અને તેમને જનતાનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. હવે તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. વિજયનું આ ઘર નીલાંકરાઈમાં આવેલું છે, જે તેની ભવ્યતા અને સુવિધાઓ માટે જાણીતું છે. હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝના ઘરથી પ્રેરિત આ મહેલ જેવું ઘર અત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

2/8Thalapathy Vijay house (4)

થલાપતિ વિજયનો ચેન્નાઈમાં એક આલીશાન બંગલો છે, જેને વ્હાઇટ થીમ પર સજાવવામાં આવ્યો છે. તે જોવામાં કોઈ મહેલ જેવો લાગે છે.

3/8Thalapathy Vijay house (5)

વિજયનું ઘર નીલંકરાઈમાં છે, જે દરિયા કિનારે આવેલો એક પ્રીમિયમ વિસ્તાર છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, આ ઘરની કિંમત 70 થી 80 કરોડ રૂપિયાની વચ્ચે છે.

4/8Thalapathy Vijay house (6)

વિજયના આ ઘરમાં એક મોટું ગાર્ડન પણ છે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે આરામથી સમય વિતાવી શકે છે અથવા નજીકના લોકો સાથે નાની બેઠકોનો આનંદ માણી શકે છે.

5/8Thalapathy Vijay house (7)

આ ઘરમાં પ્રાઈવેટ જીમ, સ્વિમિંગ પૂલ અને સારી રીતે જાળવવામાં આવેલું ગાર્ડન છે, જે મોટા સેલિબ્રિટીઓના ઘરોમાં સામાન્ય વાત હોય છે. જીમ અને પૂલ એવી રીતે આવ્યા છે કે વિજય પોતાની ફિલ્મો અને રાજકીય કામની વચ્ચે ફિટ રહી શકે.

6/8Thalapathy Vijay house (8)

થલપતિ વિજયના ઘરની અંદરની દીવાલો પણ સફેદ રંગની છે. આ સાથે તેને યુનિક અને એન્ટિક પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવી છે. તેમનું ઘર સ્વર્ગથી પણ સુંદર છે. વિજયના ઘરમાં તમને લેમ્પ અને ઘણા બધા છોડ પણ જોવા મળશે.

7/8Thalapathy Vijay house (9)

મીડિયા રિપોર્ટ અનુસાર, ચૂંટણી સોગંદનામામાં વિજયે પોતાની કુલ સંપત્તિ અંદાજે 603 કરોડ રૂપિયા જણાવી છે.

8/8Thalapathy Vijay house (10)

તેમની પાસે આશરે 883 ગ્રામ સોનું અને 15 લાખ રૂપિયાની ચાંદીની જ્વેલરી પણ છે.

Gallery Ads